Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ચોમાસુ ઓકટોબરના ત્રીજા સપ્તાહમાં વિદાય લે તેવી શકયતા

નિષ્ણાંતો અનુસાર આ વર્ષે ચોમાસુ લાંબુ ચાલશે

સપ્ટેમ્બરમાં પણ ચાલુ રહેલા વરસાદને લીધે એવું લાગી રહ્યું છે કે આ વર્ષ ચોમાસુ એટલું જલ્દી પુરૂ નહી થાય પોતાના નિયત સમય પછી પણ ચાલુ રહેલા ચોમાસાને જોતા નિષ્ણાંતો કહે છે કે  તે પણ મોડે સુધી ચાલશે.

રાજસ્થાનમાં સામાન્ય રીતે ૧ સપ્ટેમ્બરે ચોમાસાની વિદાયની શરૂઆત થવા લાગે છે જે હજુ પણ નથી થઇ છેલ્લા એક દાયકાથી આવું નથી બનતું અને તે દરમિયાન ચાર વખત તે મોડુ વિદાય થયું હતું. એટલે કે ૧ સપ્ટેમ્બરેને બદલે ૨૦ સપ્ટેમ્બરથી વિદાયની શરૂઆત થઇ હતી. ૨૦૧૮માં તેની વિદાયની શરૂઆત ૨૮ સપ્ટેમ્બરે થઇ હતી. આ વર્ષે પણ એવું  બને તેવી શકયતાઓ દેખાઇ રહી છે.

બ્રિટનની યુનિવર્સીટી ઓફ રીડીંગના રીસર્ચર અને હવામાન શાસ્ત્રી અક્ષય દેવરા કહે છે કે છેલ્લા સાત દિવસમાં પશ્ચિમ રાજસ્થાનમાં ભાગ્યે જ કયાંક વરસાદ પડયો છે. એટલે પશ્ચિમ રાજસ્થાનથી ૨૭ સપ્ટેમ્બર પછી ચોમાસાની વિદાયની શરૂઆત થાય તેવી અમને આશા છે.

લોઅર લેવલ સર્કયુલેશનમાં સાયકલોનીક જગ્યાએ એન્ટી સાયકલોનીકનો ફેરફાર થાય તે ચોમાસાની વિદાય દર્શાર્વે છે. ભારતીય હવામાન વિભાગ ત્રણ મુખ્ય માપદંડોના આધારે ચોમાસાની વિદાયની તારીખ જાહેર કરે છે. તેમાં સતત પાંચ દિવસ સુધી વરસાદ તારીખ જાહેર કરે છે. તેમાં સતત પાંચ દિવસ સુધી વરસાદ ન પડવો, લોઅર લેવલ એન્ટી સાયકલોનનો ઉદ્ભવ અને વાતાવરણમા ંભેજમાં મોટો પ્રમાણમાં ઘટાડો સામેલ છે.

જર્મનીની પોસ્ટડેમ ઇન્સ્ટીટયુટ ફોર કલાઇમેટ ઇમ્પેકટ રીસર્ચ (પીઆઇકે)ની મહત્વની હવામાનશાસ્ત્રી એલેના સુરોવ્યાત્કીના અનુસાર મધ્યભારતમાંથી ચોમાસું ૧૪ થી૨૪ ઓકટોબર વચ્ચે વિદાય લે તેવી શકયતા છે.

જો કે અક્ષય દેવરા કહ્યું હતું કે મધ્યભારતમાંથી ચોમાસુ ઓકટોબરના પહેલા પખદવાડીયામાં વિદાય લેશે. ચોમાસાની વિદાય સામાન્ય રીતે મધ્યભારતમાંથી ૧ ઓકટોબરે થતી હોય છે. સપ્ટેમ્બરના પાછલા ભાગમાં પણ અવારનવાર ઉભું થઇ રહેલું હળવું દબાણને ચોમાસાની વિદાયમાં થઇ રહેલા મોડા માટેનું પ્રાથમિક કારણ ગણવામાં આવે છે કે તે ઉપરાંત ઉતર પશ્ચિમ ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં વધુ પડતું ઉષ્ણતામાન પણ આના માટે જવાબદાર છે.

એક રિપોર્ટ અનુસાર, છેલ્લા દાયકાથી ચોમાસાની તારીખોમાં થઇ રહેલા ફેરાફારાને લીધે ભારતીય હવામાન વિભાગ તેમની નોર્મલ તારીખોમાં સુધારા કરવા અંગે વિચારી રહ્યો છે ચોમાસાની વિદાયની નોર્મલ તારીખે અત્યારે ૧ સપ્ટેમ્બર ગણવામાં આવે છે જે ૧૯૪૧માં નકકી કરાઇ હતી. અને તેમાં છેલ્લા ૭૦ વર્ષમાં કોઇ ફેરફાર નથી થયો.

(11:07 am IST)