Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

અમદાવાદમાં જન્મદિવસની ઉજવણી માટે ફાયરિંગ : ગાડી અને રિવોલ્વર કબ્જે : આરોપીઓની શોધખોળ

કાર માંથી કુલદીપ લખેલા નામ કેક મળી : કાર માલિકે કહ્યું ગાડી તેનો ભાણિયો અને મિત્રો વાપરે છે

 

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી માટે ફાયરિંગ કરાયા હોવાનુ સામે આવ્યુ છે. જે અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી ગાડી અને રિવોલ્વર કબ્જે કરી છે. અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે

 અમદાવાદનાં આનંદનગર વિસ્તારમાં આવેલા વિનસ ઍટલાન્ટિક કોમ્પ્લેકસ પાર્કિંગમાં અલ્ટો કારમાં આવેલા યુવાનોએ જન્મદિવસની ઉજવણી દરમિયાન હવામાં ફાયરિંગ કર્યુ હતું. ઘટનાની જાણ આનંદનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 જન્મદિવસની ઉજવણીમાં ફાયરિંગના બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળની આસપાસ તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ દરમિયાન પોલીસને એક અલ્ટો કાર મળી આવી હતી. જે ગાડીમાથી પોલીસને એક રિવોલ્વર અને એક જીવતો તથા એક ફુટેલો કારતુસ કબ્જે કર્યો છે. પોલીસનું માનવું છે કે, કુલદિપ નામના યુવકનો જન્મ દિવસ હોઈ શકે છે કેમ કે કાર માંથી કુલદીપ લખેલા નામ કેક પણ મળી આવી છે. પરંતુ ફાયરીંગ કરનાર યુવક કોણ છે અને સાથે કોણ કોણ યુવકો હતા તે અંગે તપાસ હાથ ધરી છે

 કાર માલીકને પણ પોલીસે અટકાયતમા લીધા બાદ તેની પણ પુછપરછ કરવામાં આવી છે. પરંતુ ગાડી તેનો ભાણીઓ અને મિત્રો વાપરતા હોવાનો ખુલાસો થયો છે. માટે પોલીસ હવે ફાયરિંગ કરનાર આરોપીની શોધખોળ કરી રહી છે. જોકે હાલ પોલીસને કાર સાથે આવતા યુવકોનાં CCTV ફૂટેજ પણ હાથ લાગ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મોડી રાત્રે કારમાં તેઓ જન્મ દિવસની ઉજવણી માટે કોમ્પ્લેક્ષમાં આવે છે અને જન્મ દિવસ નિમિતે હવામાં ફાયરીંગ પણ કર્યું છે.

(12:49 am IST)