Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સુરત અઠવા પોલીસને મોટી સફળતા : ચોરીના 92 મોબાઈલ અને એક લેપટોપના મુદામાલ સાથે રીઢા ચોરને ઝડપી લીધો

બાતમીને આધારે ગોપીપુરા વિસ્તારના વર્લ્ડ ટ્રાવેલ્સ ઓફિસમાંથી શખ્સને ઝડપી પાડ્યો

 

સુરત શહેર અઠવા પોલીસને મોટી સફળતા મળી છે ચોરીના ૯૨ નંગ મોબાઈલ અને લેપટોપ મળી રૂપિયા .૫૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

સુરત અઠવા લાઇન્સ પોલીસ દ્વારા સુરત શહેરમાં મોબાઈલની ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીને આધારે ગોપીપુરા વિસ્તારના વર્લ્ડ ટ્રાવેલ્સ ઓફિસમાંથી શખ્સને ઝડપી પાડ્યો હતો.

પોલીસે રીઢા ચોર અહમદનૂર મોહમ્મદ કસમની ધરપકડ કરી તેના પાસેથી ચોરીના ૯૨ નંગ મોબાઈલ અને લેપટોપ જપ્ત કર્યું હતું. હાલ અઠવા પોલીસે લેપટોપ અને મોબાઈલ મળી રૂપિયા .૫૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

(12:43 am IST)