Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

સાગી લાકડા પ્રકરણ બાદ સ્ટેટ મોનીટરીંગ સેલમાથી પરત મોકલાયેલા ર્પી.એસ.આઈ સહિત ત્રણ પોલીસકર્મીઓને અલગ અલગ જ્ગ્યાએ મુકાયા

એ.વાય.બલોચ ને લીવ રીઝવમાં : હેકો ગુલાબ ગોપાળ ને ઓલપાડ ,હેકો કિરણસિંહ લક્ષ્મણને કડોદરા જીઆઇડીસીમાં મુકાયા

 

બારડોલીના સાગી લાકડા પ્રકરણ બાદ  સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલમાં ફરજ બજાવતા ગુલાબ ગોપાળના સંપર્કો હોવાની હકીકત સામે આવતા  ગુલાબ સહિત પી.એસ.આઈ. .વાય.બલોચ અને કિરણસિંહ લક્ષ્મણ સાથેની રેડીંગ પાર્ટીને પરત સુરત ગ્રામ્ય હેડક્વાર્ટર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને સુરત જિલ્લા પોલીસ વડાએ પીએસઆઈ .વાય.બલોચ ને લીવ રીઝવમાં જયારે હેકો ગુલાબ ગોપાળ ને ઓલપાડ તેમજ હેકો કિરણસિંહ લક્ષ્મણ ને કડોદરા જીઆઇડીસી ખાતે ફરજ નો હુકમ કર્યો છે 

    અત્રે ઉલેલ્ખનીય છે કે બારડોલીમાં ગત 2જી સપ્ટેમ્બરના રોજ અગાસી માતા મંદિર પાસે સાગી લાકડા ભરેલો ટેમ્પો આંતરી 8 લાખ રૂપિયા માંગવાના મામલે બારડોલી ડી.વાય.એસ.પી. રૂપલ સોલંકી અને તેમની ટીમ તપાસ કરી રહી હતી. જેમાં પોલીસને મુખ્ય સૂત્રધાર ધર્મેશ મૈસૂરિયા, હે.કો. દિપક મ્હાલે અને ટેમ્પો ચાલકની સંડોવણી બહાર આવતા ત્રણેયની એક પછી એક ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમ્યાન પોલીસની ટીમને મળેલી મહત્વ પૂર્ણ કડી બાદ ટોળકી સાથે સ્ટેટ મોનીટરીંગ સેલમાં ફરજ બજાવતા ગુલાબ ગોપાળ પણ સતત સંપર્કમાં હોવાનું ખુલ્યું હતું.

  ગુલાબના સંપર્કો સામે આવતા તેના છાંટા સુરત જિલ્લામાંથી સ્ટેટ મોનીટરીંગ સેલમાં ગયેલા પી.એસ.આઈ. .વાય.બલોચ, હે.કો. કિરણસિંહ લક્ષ્મણ પર પણ ઉડયા છે. ગુલાબના આરોપીઓ સાથે સંપર્કમાં હોવાનું બહાર આવતા ત્રણેયને સ્ટેટ મોનીટરીંગ માંથી પરત સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટરમાં મોકલી આપ્યા હતા હવે જિલ્લા પોલીસ વડા પીએસઆઈ .વાય.બલોચ ને લીવ રીઝવમાં જયારે હેકો ગુલાબ ગોપાળ ને ઓલપાડ તેમજ હેકો કિરણસિંહ લક્ષ્મણ ને કડોદરા જીઆઇડીસી ખાતે ફરજ નો હુકમ કર્યો છે જોકે સાગી લાકડા વિવાદ બાદ સ્ટેટ મોનીટરીંગ સેલની કડોદ મિયાવાડી ખાતે કરવા માં આવેલી રેડ ની તપાસ થાય જરૂરી બન્યું છે 

(11:40 pm IST)