Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

પુત્રની સારવાર માટે બચાવેલ રૂપિયા તસ્કરો ચોરી પલાયન

સરખેજના ફતેવાડી કેનાલ પાસેના બનાવથી ચકચાર : પુત્રની સિવિલમાં સારવાર ચાલતી હતી અને તસ્કરોએ ચોરી કરી : ચોરીને પગલે પરિવારમાં આઘાતની લાગણી

અમદાવાદ, તા.૨૧ : અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતા એક પરિવારના એક વર્ષના પુત્રની થેલેસેમિયાની બીમારીની સારવાર માટે બચાવેલા રૂપિયા તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા છે. પુત્રની સારવાર માટે પરિવાર બચત કરતો હતો પરંતુ તસ્કરો બચતની સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂ.૨.૫૭ લાખનો મુદ્દામાલ ચોરીને પલાયન થઈ જતાં સમગ્ર પરિવાર ભારે દુઃખ અને આઘાતની લાગણીમાં ગરકાવ બન્યો છે. વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ સુરેન્દ્રનગરના લખતર તાલુકાના સાકર ગામના સઈદભાઈ અબ્બાસભાઈ બેલીમ ફતેવાડી કેનાલ પાસે ફરહીન રો હાઉસમાં પત્નિ યાસ્મીનબાનુ અને બંને બાળકો સાથે રહે છે.

             એક વર્ષનો પુત્ર સમીર થેલેસેમિયાના રોગથી પીડાય છે અને સારવાર સિવિલ હોસ્પીટલમાં ચાલી રહી છે. તેને લોહી ચડાવવાનું હોવાથી તેને દાખલ કરવામાં આવ્યો હતો અને માતા પિતા તેની સાથે જ હોસ્પિટલમાં હતા. સવારે તેમની બહેન જાહરાબેનનો ફોન આવ્યો હતો કે, ઘરના પાછળનો દરવાજા ખુલ્લો છે અને બારી પણ તુટેલી જાવા મળે છે જેથી શહીદભાઈ તાત્કાલિક ઘરે આવ્યા હતા ઘરમાં જાતા જ પાછળનો દરવાજા ખુલ્લો હતો અને રૂમમાં મુકેલી લોખંડની તિજોરી પણ તુટેલી હાલતમાં જાવા મળી હતી અને ઘરમાં પડેલો માલ સામાન વેરવિખેર જાવા મળ્યો હતો. પુત્રની સારવાર માટે શહીદભાઈબચત કરતા હતા અને તેમણે આ માટેની રકમ પણ ભેગી કરી હતી. તિજોરીમાં સોના-ચાંદીના દાગીના ઉપરાંત રૂપિયા રોકડ રકમ સહીત ૨.૫૭ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. ચોરીની આ ઘટનાથી પરિવાર માનસિક રીતે ભાંગી પડયો હતો જો કે, પોલીસે સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(10:15 pm IST)