Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં અવિશ્વાસ પ્રસ્તાવ બાદ પ્રમુખને જીવતદાન: કોંગ્રેસીસ સભ્યોના મનામણાં સફળ : ભાજપ સ્તબ્ધ

તમામ બળવાખોરો પરત જતાં જિલ્લા ભાજપમાં હડકંપ મચી ગયો

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે અવિશ્વાસ પ્રસ્તાવ બાદ પ્રમુખને જીવતદાન મળ્યું છે. તમામ બળવાખોરો પરત જતાં ભાજપી સભ્યો સ્તબ્ધ બન્યા છે.

કોંગ્રેસ શાસિત સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન થવાનું ગ્રહણ આખરે દૂર થયું છે. મહિલા પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ બાદ મામલો પ્રદેશ કોંગ્રેસ સુધી પહોંચ્યો હતો. સત્તા જાળવી રાખવા યુધ્ધના ધોરણે બેઠક બોલાવી બળવાખોર સભ્યોને મનાવી લીધા હતા. આ પછી આજે મળેલી બેઠકમાં મતદાન થતાં પ્રમુખ સામે 29 સભ્યોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આથી ભાજપી સભ્યો બરોબરના મુંઝવણમાં મુકાયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સભ્યો છેલ્લા કેટલાક સમયથી વિવિધ સમિતિઓમાં પરિવર્તન ઇચ્છતા હતા. જેથી અવિશ્વાસ પ્રસ્તાવની તૈયાર કરતાં કોંગ્રેસે આખરે મનામણાં કરી રાજકીય તાલમેલ જાળવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બળવાખોર 14 સભ્યો ફરી કોંગ્રેસ તરફી થતાં જિલ્લા ભાજપમાં હડકંપ મચી ગયો છે.

(1:55 pm IST)