Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ આવતી કન્ટેનરમાંથી 1 હજાર વિદેશી દારૂની પેટી ઝડપાઇ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રાયવર અને ક્લીનરની અટકાયત

નવરાત્રી-દિવાળી તહેવાર નજીક આવતા બુટલેગરો સામે લાલઆંખ :દારૂ કોણે મંગાવ્યો હતો અને કોણે મોકલ્યો ? :તપાસનો ધમધમાટ

અમદાવાદ:રાજ્યમાં નવરાત્રી અને દિવાળી તહેવારો નજીક આવતા બુટલેગરો બેફામ બન્યાનું જણાય છે રાજ્યમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સૌરાષ્ટ્રથી અમદાવાદ આવતી એક કન્ટેનરમાંથી 1 હજાર વિદેશી દારૂની પેટીઓ ઝડપી લેતા ચકચાર મચી છે. 

   અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કન્ટેનરે સાથે ઝડપી લીધા બાદ ડ્રાયવર અને ક્લીનરની અટકાયત કરી છે. દારૂનો જથ્થો મોટી માત્રા હોવાથી કંન્ટેનરને એસઓજી ઓફિસ ખાતે લઇ જઇને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ડ્રાઇવર અને ક્લિનરની અટકાયત કરીને આ દારૂ કોણે મંગાવ્યો હતો અને કોણે મોકલ્યો હતો તે અંગેની વધુ તપાસ શરૂ કરી છે.

 તહેવારોને લઇને રાજ્યની પોલીસ દ્વારા નાશાયુક્ત પ્રવૃતિનું વેચાણ કરતા લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંન્ચની ટીમે એક હજાર જેટલી વિદેશી દારૂની પેટીઓ ઝડપી લીધી છે. ક્રાઇમ બ્રાંન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે સૌરાષ્ટ્રથી આવતી દારૂની ટેન્કર ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. 

(8:59 pm IST)