Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

સેમસંગ ગેલેક્સીનાં જે૬પ્લસ અને જે૪પ્લસ મોબાઇલ લોંચ

આકર્ષક ફિચર્સ સાથે નવા ફોન ઉપલબ્ધઃ જે૬પ્લસ-જે૪પ્લસ ડોલ્બી એટમોસ સાથે સાચા અર્થમાં એચડી પ્લસ છ ઇંચની ઇન્ફિનિટી ડિસપ્લેની સુવિધા છે

અમદાવાદ,તા.૨૨: ભારતની સૌથી વિશ્વસનિય સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગે આજે એનાં બેસ્ટ-સેલિંગ ગેલેક્સી જે મોબાઇલની નવી રેન્જ ગેલેક્સી જે૬+ અને જે૪+ લોંચ કરી હતી, જે યુવા પેઢી માટે રોમાંચક ડિઝાઇન અને આકર્ષક ખાસિયતોનો સમન્વય ધરાવે છે. ગેલેક્સી જે૬+ અને જે૪+ ગ્લાસ ફિનિશ, રિફ્લેક્ટિવ બેક ધરાવે છે, જેમાં ગેલેક્સી જે૬+ ત્રણ આકર્ષક કલર – રેડ, બ્લેક અને બ્લૂમાં અને ગેલેક્સી જે૪+ ત્રણ આકર્ષક કલર – ગોલ્ડ, બ્લેક અને બ્લૂ ધરાવે છે, જે આ બંને ડિવાઇઝને યુવા ડિવાઇઝ માટે આકર્ષક અને આવશ્યક બનાવે છે એમ અત્રે સેમસંગ ઇન્ડિયાનાં મોબાઇલ બિઝનેસ સીનિયર વાઇસ પ્રેસિડન્ટ મોહનદીપ સિંઘે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવા સ્માર્ટફોન્સ સેમસંગની સિગ્નેચર ટ્રુ એચડી+ ઇન્ફિનિટી ડિઝાઇન ફિલોસોફી ધરાવે છે, જે યુઝરને ડિવાઇઝની સંપૂર્ણ સાઇઝ વધાર્યા વિના આશરે ૧૫ ટકા વધારે ડિસ્પ્લે એરિયા આપે છે. ગેલેક્સી જે૬+ અને જે૪+ એમ બંને ખરાં અર્થમાં ખરાં અર્થમાં એચડી અનુભવ પ્રદાન કરે છે, કારણ કે તેઓ એલવન વાઇ ડિવાઇન સર્ટિફિકેટ ધરાવે છે. જે ઉપભોક્તાઓને સંપૂર્ણ ૩૬૦ સરાઉન્ડ સાઉન્ડ અનુભવની મજા આપે છે. આજની યુવા પેઢી માટે ડિઝાઇન કરેલ ગેલેક્સી જે૬+ સાઇડ ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવે છે, જે કોઈ પણ ગેલેક્સી મોબાઇલમાં પહેલી વાર છે અને અતિ સુરક્ષિત રીતે ફોનને અનલોક કરવાની ઝડપી અને સ્વાભાવિક રીત છે. ગેલેક્સી જે૬+ અને જે૪+ નવી ઇમોટિફાઈ ખાસિયત ધરાવે છે, જે ઉપભોક્તાઓને મેસેજ અને કસ્ટમાઇઝ કરવાની અને રચનાત્મક રીતે પોતાને વ્યક્ત કરવાની સુવિધા આપે છે. ઇમોટિફાઈ અવતાર ૨૨ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને તમામ લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને સોશિયલ મીડિયા પર શેર કરી શકે છે. આ ખાસિયત બેંગ્લોર-સ્થિત સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવવામાં આવી છે. આ પ્રકારનું જોડાણ સ્થાનિક સ્ટાર્ટ-અપ્સને સેમસંગની મોબાઇલ ઇકોસિસ્ટમનો વધારે ઉપયોગ કરવા 'મેક ફોર ઇન્ડિયા' જેવા દ્વારા ખોલે છે. સેમસંગ ઇન્ડિયાનાં મોબાઇલ બિઝનેસ સીનિયર વાઇસ પ્રેસિડન્ટ મોહનદીપ સિંઘે ઉમેર્યું કે, ગેલેક્સી જે સીરિઝ ભારતની સૌથી વધુ લોકપ્રિય સ્માર્ટફોન સીરિઝ છે, જે ભારતમાં વેચાતા સ્માર્ટફોનનો લગભગ ૩૩ ટકા હિસ્સો ધરાવે છે. અમે સાઇડ ફિંગરપ્રિન્ટ, ઇમોટિફાઈ, એસડી કાર્ડ પર એપ્સ ઇન્સ્ટોલ કરો, ગ્લાસ ફિનિશ અને નવા આકર્ષક રંગો જેવી ઘણી ખાસિયતો પ્રસ્તુત કરીને જે સીરિઝને વધારે રોમાંચક બનાવે છે. ગેલેક્સી જે૬+ અને જે૪+ આજની યુવા પેઢી માટે આવશ્યક સ્માર્ટફોન માટે ઉચિત છે, જે સર્વોચ્ચ સ્ટાઇલ અને વિશિષ્ટ પર્ફોર્મન્સનો સમન્વય ધરાવે છે. ગેલેક્સી જે૬પ્લસ ૧૩ એમપી-પાંચ એમપી યુઅલ રિઅર કેમેરા સેટઅપ ધરાવે છે, જે યુઝરને આકર્ષક ઇમેજ લેવાની સુવિધા આપે છે. બેકગ્રાઉન્ડ બ્લર અને ડોલી ઝૂમ જેવી નવીન ખાસિયતો સોશિયલ મીડિયા પર ઇમેજને વિશિષ્ટ બનાવે છે. ડિવાઇઝ શ્રેષ્ઠ સેલ્ફીઓ લેવા માટે વેરિએબલ સેલ્ફી ફ્લેશ સાથે ૮ એમપી ફ્રન્ટ કેમેરા પણ ધરાવે છે. ગેલેક્સી જે૪+ ૧૩ એમપી રિઅર અને ૫ એમપી ફ્રન્ટ કેમેરા ધરાવે છે. ગેલેક્સી જે૬+ અને જે૪+ પેક શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપે છે. બંને મોબાઇલ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ માટે સ્નેપડ્રેગન ૪૨૫ પ્રોસેસર દ્વારા પાવર છે. જ્યારે ગેલેક્સી જે૬પ્લસ ૪જીબી રેમ-૬૪ જીબી રોમ ધરાવે છે અને જે૪પ્લસ ટુ જીબી રેમ-૩૨ જીબી રોમ ધરાવે છે. બંને મોબાઇલ ૩,૩૦૦ એમએએચની બેટરી ધરાવે છે અને એન્ડ્રોઇડ ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.

(10:09 pm IST)
  • બોરસદ પેથકમાં રેપ વીથ મર્ડરઃ બોરસદ તાલુકાના અલારસા ગામની ચિભડીયાપુર સીમમાં યુવતીની હત્યા કરાયેલ મળી લાશઃ યુવતીની લાશ નગ્ન હાલતમાં મળતા રેપ વિથ મર્ડરની આશંકાઃ હાલ બોરસદ પોલીસે યુવતીની લાશને પેનલ ડોકટરથી પીએમ માટે કરમસદ હોસ્પિટલ ખસેડીઃ અજાણ્યા હત્યારાને શોધવા ચક્રોગતિમાન કર્યા access_time 11:44 am IST

  • ગીરના જંગલમાં 6 બાળ સિંહ, 3 માદા સિંહણ, 1 નર સિંહ અને 1 વણ ઓળખાયેલ સિંહના મોત:3 બાળ સિંહો ના ઈનફાઈટ માં, 3 ના સારવાર દરમિયાન, 2 બીમારી થી અને 3 ના ફેફસાં માં સંક્રમણના કારણે મોત access_time 10:16 pm IST

  • ગોવા કોંગ્રેસે કરી વિધાનસભાના સ્પીકર હટાવવાની માંગ :સચિવને સોંપ્યો પાત્ર ;14 ધારાસભ્યોનું સમર્થન : 40 સભ્યોવાળીગોવા વિધાનસભામાં કોંગ્રેસના 16 સભ્યો છે :કોંગ્રેસે સાવંતને હટાવવા માટે સત્ર બોલવવા 14 દિવસની નોટિસ આપી access_time 1:12 am IST