Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

વિશ્વની સૌથી વધુ વજનની ફ્રેન્ચ ફ્રાઈસ ડિશનો રેકોર્ડ

૧૦૦ અંધ વિદ્યાર્થીઓને પણ સહભાગી બનાવાયાઃ એક દિવસમાં બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડસ બનાવવાનો પ્રયાસ

અમદાવાદ, તા.૨૨: અમદાવાદ સ્થિત હેલી એન્ડ ચિલી કાફે બ્રાન્ડ દ્વારા આજે શહેરની રાઇફલ કલબ,ખાનપુર ખાતે એક અનોખો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. હેલી એન્ડ ચિલી કાફેના સીઇઓ અને ચેરમેન ચંદ્રેશ બાયડના માર્ગદર્શન હેઠળ ૩૦થી વધુ જણાંનો સ્ટાફ, શેફ સહિતના માણસો વિશ્વની સૌથી વિશાળ ફ્રેન્ચ ફ્રાઇઝ અને ફ્રેન્ચ ફ્રાઇસ ડિશ બનાવી વર્લ્ડરેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.  જેમાં હેલી એન્ડ ચિલીએ ૬૫૦ કિલો વજન ધરાવતી વિશ્વની સૌથી વિશાળ ફ્રેન્ચ ફ્રાઈસ ડિશ બનાવી આ અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવી ઇતિહાસ સર્જયો હતો. આ પ્રસંગે એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રંસગે બ્લાઇન્ડ પીપલ્સ એસોસીએશનના ૧૦૦ બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સને પણ સહભાગી બનાવવામાં આવ્યા હતા.  આ અનોખા વિશ્વવિક્રમ અંગે હેલી એન્ડ ચિલીના સીઈઓ અને ચેરમેન ચંદ્રેશ બાયડ તથા મેનેજિંગ ડિરેક્ટર અર્પિત મહેતાએ મીડિયાના મિત્રોને જણાવ્યું હતું કે, આજે અમે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તોડવાના બે પ્રયાસ કર્યા હતા.જેમાં એક રેકોર્ડ માટેના પ્રયાસમાં તેઓ વિશ્વની સૌથી વિશાળ ૧૦ કિલો અને ૧૦ ફૂટ લાંબી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાનો હતો અને બીજા રેકોર્ડ માટેના પ્રયાસમાં ૬૫૦ કિલો વજન ધરાવતી વિશ્વની સૌથી વિશાળ ફ્રેન્ચ ફ્રાઈસ ડિશ માટે બનાવવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં વિશ્વની સૌથી વિશાળ ફ્રેન્ચ ફ્રાઇસ ડિશ બનાવવામાં સફળતા મળી હતી અને અનોખો વિશ્વવિક્રમ અમે સર્જયો છે. તેમણે કહ્યું હતું કે એશિયા બુક ઓફ રેકોર્ડસ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ સાથે જોડાઈને હેલી એન્ડ ચિલી કાફે બ્રાન્ડ રાઈફલ ક્લબ ખાતે બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તોડવાનો આજે પ્રયાસ કર્યો તે, ઐતિહાસિક ઇવેન્ટ કહી શકાય. ચેરમેન ચંદ્રેશ બાયડે વધુમાં ઉમેર્યું કે, આ વર્લ્ડરેકોર્ડ બનાવવા માટે ૪ થી ૫ કલાકનો સમય લાગ્યો હતો અને તેના માટે ૩૦ સમર્પિત સભ્યોની ટીમ સામેલ થઇ હતી. જજ તરીકે એશિયા બુક ઓફ રેકોર્ડસ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાંથી ખાસ જજ આ ઈવેન્ટમાં ઉપસ્થિત રહયા હતા. ૧૦૦ અંધ વિદ્યાર્થીઓને બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનમાંથી આ સ્પર્ધામાં સામેલ થવા સહભાગી બનાવાયા હતા. આ વર્લ્ડરેકોર્ડની નોંધણી અંગે હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડરેકોર્ડમાં પણ નોૅંધણી કરાવવાની કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે, હેલી એન્ડ ચિલી કાફે બ્રાન્ડ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક અનોખી પ્રોડક્ટસ પણ લોન્ચ કરવા માગે છે જેમકે ૨૦ ફ્લેવર્સમાં-૧ ફૂટની ફ્રેન્ચ ફ્રાઈઝ, ભારતની પ્રથમ ખાઈ પી શકાય એવી કોફી, ભારતની પ્રથમ સ્વીટ એન્ડ સ્પાઈસી કોફી, પ્રથમ એવી બ્રેડ વિનાની સેન્ડવીચ,ખાઈ પી શકાય એવા થિક શેક્સ વગેરે. કંપની દ્વારા ભારતના પ્રથમ એવા ક્લબ ફોગ ઈફેેટ સાથેના નવા કાફે કન્સેપ્ટ અને હેલોવીન થીમ આધારિત પાર્ટી કન્સેપ્ટ પણ લોન્ચ કરાશે. કંપનીનો હેતુ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં ૧૦૦ આઉટલેટ શરૂ કરવાનો છે. હેલી એન્ડ ચિલી ભારતભરમાં પ્રિમિયમ કાફે ફ્રેન્ચાઈઝ આપે છે. કંપની ઈનોવેશનમાં ઉત્કૃષ્ટતા માટે પ્રતિબદ્ધ છે અને હાઈ ક્વોલિટી પ્રોડક્ટસ અને સર્વિસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૨૪ બ્રાન્ચીસમાં પૂરી પાડે છે.

(10:08 pm IST)
  • સુરત:ઓલપાડમાં નિવૃત મામલતદારની આત્મહત્યાનો મામલો :આપઘાત કરનાર કાંતિ પટેલ પાસેથી 14 પાના ની સુસાઇડ નોટ મળી આવી :સુસાઇડ નોટમાં કુટુંબીજનો તેમજ અન્યો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ :23 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો ઓલપાડ પોલીસ મથકે નોંધાયો :પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી : ઘરના પાછળના ભાગે પાર્કિંગમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો access_time 10:45 pm IST

  • ભરૂચ શહેરમાં વરસાદી માહોલ વાતાવરણમાં ઠંડક પ્રસરી:શહેરમાં સમી સાંજથી ઝરમર વરસાદી ઝાપટા વરસ્યા access_time 11:36 pm IST

  • પોરબંદરના કુતિયાણામાં મુસ્લિમ યુવાનની હત્યા:બાવળાવદરના કામુશા પીરની દરગાહ પાસેનો બનાવ:રાજકોટના જાવેદ ઉથમણા નામના યુવાનની હત્યા:જાવેદની પત્નીની છેડતી બાબતે બોલાચાલી થતા 3 શખ્સો એ છરી ના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની શંકા:કુતિયાણા પોલીસ અને પોરબંદર એલસીબી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી access_time 10:19 pm IST