Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

મહેસાણામાં નરાધમ પિતાએ પુત્રી તેમજ પત્નીને ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ

મહેસાણા:અર્બુદાનગરની એક યુવતીના લગ્ન ચંદ્રવદન પટેલ સાથે થયાં હતાં. પરંતુ ચંદ્રવદન કંઈ ખાસ કામ ધંધો ન કરતો હોવાથી તેણીના પિતાએ તેઓને માલ ગોડાઉન રોડ પર આવેલ ગજાનંદ ફલેટમાં મકાન અપાવ્યું હતું. આમછતાં  ચંદ્રવદન પોતાની હરકતોથી બાઝ ન આવતાં ત્રસ્ત તેણી પોતાની ૧૬ વર્ષીય દીકરીને લઈ પિયર ચાલી આવી હતી.

પોતાના મકાનમાં પતિ રંગરેલીયો મનાવતો હોવાની જાણ થતાં ગઈકાલે તેણી પોતાની દીકરી સાથે ગજાનંદમાં પહોંચી હતી. જયાં તેના પતિએ તેની સાથે તકરાર કરી હતી. એટલું જ નહીં આવેશમાં આવી હેવાન બની ગયેલ શખ્સે પોતાની દીકરીને તેમજ પોતાની પત્નીને પણ ઢોર માર માર્યો હતો.

પરીણામે ઈજાગ્રસ્ત પત્નીએ તાત્કાલિક ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર કોલ કરી મદદ માંગતા મહિલા હેલ્પલાઈનમાંથી કાઉન્સેલર પાયલ પટેલ, ASI યાસ્મિનબેન તથા પાયલોટ લાલાભાઈ તાત્કાલીક નિર્દેશિત સ્થળે પહોંચી ગયાં હતાં. તેઓએ ઈજાગ્રસ્ત મા-દીકરીને તાત્કાલિક સારવાર અર્થે મહેસાણા સિવિલમાં મોકલ્યાં હતાં.

(5:17 pm IST)
  • મહીસાગર:લુણાવાડાના લીંબોદ્રા ગામ પાસે મહીસાગર નદીમાં બે યુવકો ડુબ્યા:મહીસાગર નદી પાસે ઉભા રહી સેલ્ફી લેતી વખતે નદીમાં ડુબ્યા:1 યુવકને સ્થાનિક તરવ્યાની મદદથી જીવિત બહાર કાઢવામાં આવ્યો:1 યુવકની શોધખોળ ચાલુ. access_time 10:17 pm IST

  • ગોવા કોંગ્રેસે કરી વિધાનસભાના સ્પીકર હટાવવાની માંગ :સચિવને સોંપ્યો પાત્ર ;14 ધારાસભ્યોનું સમર્થન : 40 સભ્યોવાળીગોવા વિધાનસભામાં કોંગ્રેસના 16 સભ્યો છે :કોંગ્રેસે સાવંતને હટાવવા માટે સત્ર બોલવવા 14 દિવસની નોટિસ આપી access_time 1:12 am IST

  • કર્ણાટક ભાજપે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પર દેશદ્રોહીનો આરોપ લગાવ્યો અને ભગવા પાર્ટી વિરુદ્ધ લોકોને વિદ્રોહ કરવાની ટિપ્પણીને લઇને કાર્યવાહી કરવા માંગ કરી :પોલીસ વડા નીલમણી એન,રાજુને ફરિયાદપત્ર સોંપ્યો ;ભાજપ દ્વારા મુખ્યમંત્રી પર આરોપ લગાવી કાર્યવાહી કરવા માંગણી access_time 1:11 am IST