Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ઉમરેઠના મેઘવામાં ઝાડ કાપવા બાબતે બે પરિવારો બાખડ્યા

ઉમરેઠ: તાલુકાના મેઘવા ગામે આવેલા લ-મીપુરા સીમમાં તળપદા પરિવારો વચ્ચે ગોરસઆંબલીનું ઝાડ કાપવા બાબતે ઝઘડો થતાં સામસામે થયેલા ભારે પથ્થરમારામાં આઠને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. આ અંગે ભાલેજ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને રાયોટીંગના ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

 


અરવિંદભાઈ અંબાલાલ તળપદાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, આજે સવારના સાડા અગિયાર વાગ્યાના સુમારે ગોરસઆંબલીના ડાળખા કાપવા બાબતે રમેશભાઈ કાભઈભાઈ તળપદા, રાજુભાઈ કાભઈભાઈ તળપદા, રાવજીભાઈ સોમાભાઈ તળપદા, જગદીશભાઈ નાગરભાઈ તળપદા, ઈશ્વરભાઈ સોમાભાઈ તળપદા, મિનેષભાઈ ઈશ્વરભાઈ તળપદા, વિજયભાઈ ઈશ્વરભાઈ તળપદા, અજયભાઈ રમેશભાઈ તળપદા અને ગોપાલભાઈ કાભઈભાઈ તળપદાએ ઝઘડો કરીને છુટો પથ્થરમારો કરતાં નર્મદાબેન, અંબાલાલભાઈ, પરેશભાઈ તથા હિનાબેનને પથ્થરો વાગતાં ઈજાઓ થવા પામી હતી. 

સામા પક્ષે ગોપાલભાઈ કાભઈભાઈ તળપદાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, નજીકમાં રહેતા દિલીપભાઈ મોહનભાઈ તળપદા અને જયેશભાઈ માધાભાઈ તળપદા ગોરસઆંબલીનું ઝાડ કાપતા હોય તેમને ના પાડતાં ઝઘડો કર્યો હતો જેમનું ઉપરાણું લઈને કનુભાઈ અંબાલાલભાઈ તળપદા, અંબાલાલ મંગળભાઈ તળપદા, ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ તળપદા, અરવિંદભાઈ અંબાલાલભાઈ તળપદા, કલ્પેશભાઈ માધાભાઈ તળપદા, વિજયભાઈ શંકરભાઈ તળપદા તથા મોહનભાઈ બાબુભાઈ તળપદા આવી ચઢ્યા હતા અને પથ્થરમારો કરતાં શકુબેન, સવિતાબેન, પીન્ટુભાઈ તથા મનિષાબેનને ઈજાઓ થવા પામી હતી.

(5:16 pm IST)