Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

રાજસ્થાનના અલવર જિલ્લા નજીક ટ્રક-આઇશર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકને ગંભીર ઇજા

રાજસ્થાન:ના અલવર જિલ્લામાં રહેતાં શાહબુદ્દીન દીનુખાન મેઉ ગત તારીખ ૧૯ સપ્ટેમ્બરના રોજ પોતાની ટ્રક નં એચઆર ૫૮ બી ૬૯૫૫ લઈ કપડવંજ તાલુકાના આલમપુરા ગામની સીમ નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક સામેથી પુરપાટ ઝડપે આવતી એક આઈશર ગાડી નં જીજે ૦૭ વાયઝેડ ૪૪૫૭ ના ચાલકે પોતાના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં શાહબુદ્દીન મેઉની ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ આઈશર ગાડીનો ચાલક આઈશર લઈ ઘટનાસ્થળેથી નાસી છુટ્યો હતો. ટ્રક-આઈશર વચ્ચે સર્જાયેલ આ અકસ્માતમાં ટ્રકચાલક શાહબુદ્દીનના પગમાં ઈજા થઈ હતી અને ટ્રકને પણ નુકસાન થયું હતું. 

 


આ બનાવ અંગે ટ્રક ચાલક શાહબુદ્દીન દીનુખાન મેઉ ની ફરીયાદને આધારે કપડવંજ રૂરલ પોલીસે આઈશર ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
 

(5:16 pm IST)
  • રાજયના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ પંથકમાં ધોધમાર વરસાદ:10 ફૂટ દુરનું કઈ દેખાતુ નથી access_time 9:14 pm IST

  • સુરતના કામરેજ તાલુકાના કઠોરમાં જાહેરમાં તલવારો ઉછાળી: મેપલ વિલા પાસે બે પક્ષો જમીનના પ્લોટના વિવાદને કારણે આમને સામને :જાહેર રસ્તા પર એકબીજા સાથે દાદાગીરી : તલવારો ઉછળતા સ્થાનીકોમાં ફફડાટનો માહોલ ફેલાયો access_time 9:16 pm IST

  • અંબાજી મંદિરમાં બોંબ ડિટેક્ટીવ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ :મંદિર પરીસરમાં ખુણે ખુણાની અદ્યતન સાધનો દ્વારા તપાસ કરાઇ:કોઇ પણ શંકાસ્પદ વસ્તુઓ હાથ ન લાગી:અંબાજી મંદિર ઝેડ કેટેગરી ની સુરક્ષા ધરાવતુ હોઇ વધુ ધ્યાન રખાશે તેમ બીડીડીએસ નાં પી. એસ. આઇ એ જણાવ્યું access_time 10:46 pm IST