Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

મેઘરજ પંથકમાં શ્વાનનો આતંક: 32ને બચકા ભરતા લોકોમાં ભયનો માહોલ

મેઘરજ:નગર અને તાલુકામાં કૂતરાઓના ત્રાસના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સ્કૂલમાં જતાં બાળકો ખેતરોમાં જતા ખેડૂતો તથા મહિલાઓ ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે.

મેઘરજ તાલુકામાં ૩૦ જેટલા ગામડાઓમાં ૧૯ દિવસમાં ૩૨ જેટલા લોકોને હડકાયા કૂતરાઓ કરડયા હતા અને તેઓને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સારવાર આપવામાં આવી હતી.

મેઘરજ તાલુકાના તમામ અંતરિયાળ વિસ્તાર ગામડાઓમાં મેઘરજઉંડવામેઘરજમાલપુરમેઘરજ પંચાલમેઘરજથી મોડાસા અને મેઘરજથી રામગઢી મુડશીલિબોદરા તેમજ બાંઠીવાડા જવાના માર્ગ ઉપર સંખ્યાબંધ કૂતરાઓ માર્ગો ઉપર આવી રસ્તામાં જતાં રાહદારીઓ ઉપર હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ કરે છે.

(5:15 pm IST)