Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

સુરતના લીંબાયત વિસ્તારમાં પત્નીને આત્મહત્યા કરવા માટે મજબુર કરનાર કારખાનેદાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:લિંબાયત વિસ્તારમાં રહેતી પરણીતાના પગારના બાકી નાણાં ચુકવવાને બદલે શારીરિક શોષણ કરી આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે કારખાનેદાર સહિત અન્ય આરોપીઓ વિરુધ્ધ આક્ષેપ કરતી પતિની કોર્ટ ફરિયાદને વંચાણે લઈને કોર્ટે લિંબાયત પોલીસને નિષ્પક્ષ તપાસ કરી કોર્ટમાં રિપોર્ટ કરવા હુકમ કર્યો છે.

ડુંભાલ ખાતે મોડલ ટાઉનમાં રહેતા ફરિયાદી રામુ ગોપાલ કન્નાની પત્ની લલિતાબેન લિંબાયત ખાતે અંબાનગર સોસાયટીમાં રહેતા તથા લેસનું જોબવર્ક કરતા આરોપી વૈકેટેશ્વર લિંગૈયા ગંગુલેના કારખાનામાં લેસ મુકવાનું કામ કરતા હતા. કારખાનેદારને ત્યાં ૧૦૦ જેટલી મહીલાઓ સાડીમાં લેસ મુકવાનું કામ કરતી હોવા સાથે આરોપીની પત્ની કર્મચારીઓના પગારમાંથી થોડી રકમ વીશીમાં જમા કરતા હતા.

(5:14 pm IST)