Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

રાસ સ્પર્ધામાં ગુજરાતમાં પ્રથમ

ગુજરાત સરકાર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ- ગાંધીનગર દ્વારા આયોજીત કલા મહાકુંભની રાજયકક્ષાની સ્પર્ધાનું આયોજન અંકલેશ્વર મુકામે કરવામાં આવેલ. જેમાં રાસ સ્પર્ધામાં શ્રી વિજાપુરા વિદ્યાસંકુલના ખેલૈયાએ ઉત્કૃષ્ઠ કલાનું પ્રદર્શન કરી સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. સમગ્ર રાજયમાં સંસ્થાનું, જામનગર જીલ્લાનું તથા સૌરાષ્ટ્રનું પ્રતિનીધીત્વ કરી નામ રોશન કરેલ છે. સર્વે ખેલાડીઓ તથા તેમના કોરીયોગ્રાફર અને પ્રશિક્ષકોને સંસ્થાના નિયમાક અશ્વિનભાઈ જાવિયા, પ્રિન્સીપાલ કેવિનભાઈ ફડદુ તથા સમગ્ર સંસ્થા પરિવારે અભિનંદન પાઠવેલ.

(3:33 pm IST)