Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

નવસારીના ડ્રેનેજનું દુષિત પાણી માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે

પૂર્ણા નદી કિનારે 16 હેકટર જમીન ફાળવાઈ :59,68 કરોડના ખર્ચે નવસારી અને વિજલપોર બંને પાલિકા સંયુક્ત પ્લાન્ટ બનશે

નવસારી: શહેરની ડ્રેનેજનું દૂષિત પાણી પૂર્ણા નદીમાં છોડવામાં આવે છે જેનો પર્યાવરણ વિદો દ્વારા નદીને પ્રદુષિત થતી અટકાવવાની માંગ થતી રહી છે.જમીનના વાંકે અટકી પડેલા સુએઝ ટ્રીટમેંટ પ્લાન્ટ માટે હાલમાં જ જિલ્લા કલેક્ટરે વિરાવળ ગામ નજીક પૂર્ણા નદીના કિનારે 16  હેક્ટર જમીન ફાળવી છે.

  હવે થોડા દિવસોમાં જ  59.68 કરોડના ખર્ચે નવસારી અને વિજલપોર બંને પાલિકાઓનો સંયુક્ત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી આરંભાશે. સાથે જ 25 કરોડના ખર્ચે બંને શહેરોમાં અલગ અલગ સ્થળોએ 12 પમ્પિંગ સ્ટેશનો અને રાઈસિંગ લાઇન પણ નાખવામાં આવશે. તેમજ નદીમાં પૂરની સ્થિતિ સર્જાય, તો એનાથી સુરક્ષા માટે 3 મીટરની પ્રોટેક્શન વોલનું પણ નિર્માણ થશે.

 

(1:12 pm IST)