Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

વરસાદી સિસ્ટમ્સ એમ.પી.થી રાજસ્થાન બાજુ ડાયવર્ટ થઈ જશેઃ સૌરાષ્ટ્રમાં શકયતા નથી

દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ ઝાપટા પડે, જો કે ઉકાઈ ડેમ અને નર્મદા ડેમમાં પાણીનો વધુ જથ્થો આવશેઃ સૌરાષ્ટ્રમાં લોકલ લેવલના લીધે કયાંક વરસી જાય તો વરસી જાય

રાજકોટ,તા.૨૨: સૌરાષ્ટ્રમાં વરસાદ માટે ફરી નિરાશા સાંપડી છે. બંગાળની સિસ્ટમ જો ઝડપથી આગળ વધી હોત તો સૌરાષ્ટ્રને થોડો ઘણો ફાયદો મળે તેવી શકયતા હતી. પરંતુ આ સિસ્ટમ હવે એમ.પી.થી રાજસ્થાન બાજુ ડાયવર્ટ થઈ જશે. જેથી થોડીઘણી આશા હતી એ પણ રૃંધાઈ ગઈ છે. લોકલ લેવલના ભેજ અને ગરમીના લીધે છુટાછવાયા સ્થળોએ સૌરાષ્ટ્રમાં કયાંક- કયાંક વરસાદ વરસી જાય.

બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેસર  ઉતરોતર મજબુત બની  વાવાઝોડામાં પરિવર્તિત થયુ હતું. આ વાવાઝોડુ  નબળુ પડી ડિપ્રેશનની માત્રાએ પહોંચી ગયું છે. હાલમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે જે હાલ દક્ષિણ ગુજરાત પુર્વ ગુજરાત બાજુ ગતિ કરતું જણાય છે. આ સિસ્ટમ ટ્રેક બાબતે હજુ પણ અલગ અલગ ફોરકાસ્ટ મોડલમાં મતમતાંતર જોવા  છે. યુરોપીયન મોડેલ પ્રમાણે આ સીસ્ટમ વેસ્ટર્નલી ટ્રફના લીધે એમ.પી સુધી આવી ને ઝડપ થી ઉત્તર તરફ સરકી જાય તેવી શકયતા છે. જયારે અલગ અલગ જીએફએસ મોડેલ તેમજ આઈએમડી પ્રમાણે સિસ્ટમ દક્ષિણ ગુજરાત આસપાસ આવી જાય તેવી શકયતા દર્શાવે છે.હજુ પણ સિસ્ટમ ના ટ્રેક બાબતે હજુ જો અને તો જેવુ છે.જો સિસ્ટમ ઝડપભેર આગળ ચાલે તો જ સમગ્ર ગુજરાત ને વધુ ફાયદો મળે તેમ છે. જયારે ગુજરાત ના ભાઞો માં વરસાદ નું પ્રમાણ સારૂ રહેશે. આ રાઉન્ડ માં લાગે તો તેને લોટરી જેવું છે.

સીસ્ટમ પુર્વ બાજુથી આવી રહી છે એટલે  દક્ષિણ અને પુર્વ ગુજરાત ના અમુક વિસ્તાર માં હળવો વરસાદ ચાલુ થઇ જશે.બાદ વરસાદ ક્રમશઃ આગળ વધશે. સિસ્ટમ આધારિત રાઉન્ડ તા.૨૨ થી ૨૪ દરમ્યાન જોવા મળશે. દક્ષિણ.મધ્ય.પુર્વ.ઉતર ગુજરાત માં વિસ્તારો પ્રમાણે છાંટા છુંટી.ઝાપટા હળવો. મધ્યમ.ભારે વરસાદ પડે તેવી શકયતા છે.

તો સૌરાષ્ટ્ર અને કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા.હળવો.કયાંક મધ્યમ વરસાદ પડી જાય તેવી શકયતા છે. આ સિસ્ટમ જેમ જેમ પશ્ચિમ બાજુ જાય તેમ સૌરાષ્ટ્ર માં વરસાદ નું પ્રમાણ ઓછુ જોવા મળે.માટે આશા રાખીએ કે સીસ્ટમ દક્ષિણ ગુજરાત આસપાસ આવી જાય તો વરસાદ ની માત્રા અને વિસ્તાર વધી શકે તેમ છે.

ફોરકાસ્ટ મોડલ માં મતભેદ હોઇ વરસાદ ની માત્રા અને વિસ્તારમાં ફેરફાર થઇ શકે છે. તેવી શકયતા અંક બંધ છે. સીસ્ટમ એમ.પી થી ઉતર બાજુ ગતિ કરે તો સમગ્ર રાજય ના વિસ્તાર માં વરસાદ ની માત્રા ઓછી થઇ શકે તેમ છે.તેવી શકયતા ૫૦ ટકા હોવાનું હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે.(૩૦.૨)

(12:05 pm IST)