Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

વડોદરામાં ગરબા આયોજકો સામે કોંગ્રેસનો મોરચો :નવરાત્રીના પાસની કિંમત અંગે વિરોધ :ફ્રી એન્ટ્રી માટે સંચાલકોને રજૂઆત

 

વડોદરા:શહેરના જાણીતા ગરબા આયોજકો દ્વારા યુવતીઓ પાસેથી નવરાત્રીના પાસ માટે 300 થી 700 જેટલી કિંમત લેવાય છે.જયારે યુવાનો પાસે 1000 થી 4000 રૂપિયા જેટલો ચાર્જ લેવાનો કોંગ્રેસે વિરોધ કર્યો છે

  જોકે ગરબા આયોજકોનું કહેવું છે કે તેઓ રીફંડેબલ તરીકે રકમ ઉધરાવે છે પરંતુ હકિકતમાં રકમ પાછા આપતા સમયે ગલ્લા તલ્લા કરવામાં આવે છે. કોંગ્રેસની માંગ છે કે માં ની શક્તિના પર્વમાં યુવતીઓ પાસેથી જે નાણાં વસુલવામાં આવે છે તે ના લેવા જોઈએ અને ફ્રી એન્ટ્રી મળે તેવી માંગ સાથે સંચાલકોને આવદેનપત્ર આપી રજુઆત કરી.

(11:08 pm IST)