Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

અંબાજીમાં ત્રીજા દિવસે 4,70,980 ભાવિકોએ દર્શનનો લીધો લાભ : મંદિરને 26,33 લાખની આવક: સોનાની 507 ગ્રામની ભેટ મળી

ત્રીજા દિવસે 4,47,616 પેકેટ પ્રસાદનું વિતરણ :એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરી એસટી બસમાં મુસાફરી

 

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં માનવ મહેરામણ ઉમટી રહયું છે મા અંબાના ધામમાં અત્યારસુધીમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો છે..આજે ત્રીજો દીવસે 4 લાખ 70 હજાર 980 યાત્રિકોએ દર્શનનો લાભ લીધો હતો.

 ત્રીજા દિવસે 4 લાખ 47 હજાર 616 પેકેટ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આજે 68,777યાત્રિકોએ નીશુલ્ક  ભોજનનો લાભ લીધો હતી. બીજી તરફ26 લાખ 33 હજાર 288 ભંડાર અને ગાદીની આવક થઇ હતી.

સોનાની 507 ગ્રામની ભેટ મળી હતી. આજે બસમાં મુસાફરી કરેલા યાત્રિકોની સંખ્યા 1 લાખ 03 હજાર 445 થઇ હતી.

(11:46 pm IST)