Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

કોમનવેલ્થ ચેમ્પીયનશીપના ટ્રાયલ માટે જનારા ખેલાડીઓ માટે અમદાવાદની પાસપોર્ટ કચેરી આજે “ મોહરમ”ની રજાના દિવસે પણ ખોલાઇ

અમદાવાદ: નડિયાદ સ્પોર્ટ્સ એકેડમીના ચાર એથલેટ્સને અરજન્ટ પાસપોર્ટ કાઢી આપવા મહોરમની રજા હોવા છતાં અમદાવાદની પાસપોર્ટ ઓફિસ ખાસ ખૂલી હતી. આ ચાર ખેલાડીઓને કોમનવેલ્થ ચેમ્પિયનશિપ ટ્રાયલમાં જવાનું હતું. જોકે, તેમની પાસે પાસપોર્ટ ન હોવાથી તેઓ વિદેશ પ્રવાસ કરી શકે તેમ નહોતા. આ અંગે તેમણે અમદાવાદ RPOનો 20 તારીખે સાંજે સંપર્ક સાધ્યો હતો. સમગ્ર સ્થિતિને જોતા રિજનલ પાસપોર્ટ ઓફિસે આ ચારેય ખેલાડીઓ વિદેશ પ્રવાસ કરી શકે તે માટે 21 તારીખે મહોરમની રજા હોવા છતાં ખાસ ઓફિસ ખોલી હતી, અને તમામને ગણતરીના કલાકોમાં જ હાથોહાથ પાસપોર્ટ આપી દેવાયા હતા.

(4:55 pm IST)