Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

અમદાવાદની આંબાવાડી સરકારી પોલિટેક્નિક કોલેજમાં વિદ્યાર્થીઓને ફરજીયાત બુટ અને શર્ટ પહેરવાનું ફરમાન

વિદ્યાર્થીઓનો વિરોધ-નારેબાજી :આગામી દિવસોમાં નિયમમાં ફેરફાર કરવા કોલેજની બાંહેધરી

અમદાવાદની આંબાવાડી સરકારી પોલીટેકનીક કોલેજમાં વિદ્યાર્થીઓને ફરજીયાત બુટ અને શર્ટ પહેરવાનું ફરમાન કરાયું હતું જેનો વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાયો હતો  આજે એનએસયુઆઇ  દ્રારા આ ફરમાનના વિરોધ કરવામા આવ્યો હતો

 વિદ્યાર્થી નેતાઓ દ્રારા પોલીટેકનીક કોલેજમા નારેબાજી કરીને આ નિર્ણય પરત ખેચવા માટે રજુઆત કરી હતી. સરકારી કોલેજમા આવતા વિદ્યાર્થીઓનુ કહેવું છે કે જો અમારી પાસે આટલા પૈસા હોત તો અમે સેલ્ફ ફાયન્સ કોલેજના અભ્યાસ માટે જતા હોત. સરકારી કોલેજમા ૬૦૦ રૂપીયા ફિ ભરીને અમે અભ્યાસ કરીએ છીએ.તો અમે કેવી રીતે ૫૦૦ રૂપીયા સુધીના મોંઘા બુટ પહેરી શકીએ.  

      ઈસી ડિપ્લોમામાં અભ્યાસ કરીતી ઇશીકા નામની વિદ્યાર્થીની જાણાવ્યુ કે મારે પ્લાસ્ટીકના બુટ છે. મારા પપ્પા શાકભાજી વેચે છે. મારે કોલેજમા સર સાથે બોલાચાલી થઈ હતી.પ્લાસ્ટીક બુટ નહિ ચાલે નવા બુટ લઈ આવો તેવું કહીને મને ક્લાસમાથી બહાક કાઢી મુકી હતી. જો કે આ સમગ્રે મામલે ગરીબ વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને નિયમોમાં સુધારો કરવા માટે કોલેજનુ વલણ સકારાત્મક જોવા મળી રહ્યું છે. આવનારા દિવસમા નિયમમાં ફેરાફાર કરવાની કોલેજ દ્રારા બાંહેધરી આપવામા આવી છે.

(7:44 pm IST)
  • આંતર રાષ્ટ્રીય ટેનિસ મહાસંઘનો મોટો નિર્ણંય :ભારત-પાકિસ્તાન વચ્ચેનો ડેવિસ કપ મુકાબલો સ્થગિત : ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 અને 15 સપ્ટેમ્બરે ઇસ્લામાબાદમાં થનાર ડેવિસ કપ એશિયા-ઓસિયાના ગ્રુપનો મુકાબલો સ્થગિત કરાયો access_time 12:52 am IST

  • દુબઇ પોર્ટ ઉપરથી ૩૫ કરોડ રૂ.ના બાસમતી ચોખા ભરેલ ૨૫૦ કન્ટેનર ગાયબઃ ધમાચકડી મચી ગઇ : ઉ.પ્ર.ના મેરઠથી સાઉદી અરેબીયા નિકાસ કરાયેલ ૨૫૦ કન્ટેનર બાસમતી ચોખા ગાયબ થઇ જતા ભૂકંપ સર્જાયો છે. લગભગ ૧૫ દિ પછી પણ કન્ટેનરોનો પતો નથી. ૩૫ કરોડ આસપાસ કિમત થવા જાય છે. ઇરાન અને સાઉદીમાં સૌથી વધુ ભારતીય ચોખાની નિકાસ થાય છે. નિકાસ કરનારાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. access_time 4:17 pm IST

  • સૌથી વધુ આવક ધરાવતા વિશ્વના ટોપ 10 એક્ટર્સ : ફોર્બ્સ મેગેઝીને બહાર પાડેલી યાદીમાં 4 થા નંબરે ભારતના એકમાત્ર બૉલીવુડ હીરો અક્ષયકુમાર access_time 12:40 pm IST