Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સુરતના માંગરોળ જીઆઇડીસીમાં કેમિકલ વેસ્ટમાંથી ઓઇલ બનાવતી કંપનીમાં ધડાકા બાદ વિકરાળ આગ ભભૂકી

સુરત: સુરતની માગરોળ જીઆઇડીસીમાં આવેલી ઓઇલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાવતાં ફાયર ફાયઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. ત્યારે ઘટનાસ્થળે પહોંચી પાલોદ પોલીસે વધુ તાપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, સુરતના માંગરોળમાં આવેલા ભભોરા ગામની હદમાં કેમિકલ વેસ્ટમાંથી ઓઇલ બનાવતી કંપનીમાં ભિષણ આગ લાગી હતી. ત્યારે કંપનીમાં મોટા પ્રમાણમાં ઓઇલનો જથ્થો હોવાથી આગ લાગવાના કારણે એક બાદ એક ધડાકા થયાં હતા. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટા દૂરદૂર સુધી દેખાયા હતા. ત્યારે આગ લાગ્યાની જાણ થતા 5 ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતી. બે કલાકની જહેમત બાદ ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવી શક્યા હતા.

જો કે, ત્યારબાદ કુલિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જો કે, કંપનીની નજીક વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર બળીને ખાખ થઇ જતા વીજ વાયરો તૂટી ગયા હતા. ઘટનામાં હજી સુધી કોઇ જાન હાનીના સમાચાર સામે આવ્યા નથી. ત્યારે આગની ઘટના બાદ કંપનીનો માલીક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. ઘટનાને લઇ પાલોદ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(5:37 pm IST)