Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

કઠલાલ તાલુકાના પીઠાઇ ગામેં હાથજ સિમ નજીક બે જુદા-જુદા ગમખ્વાર અકસ્માત: 6 મુસાફરોને ગંભીર ઇજા

કઠલાલ: તાલુકાના પીઠાઈ ગામ તેમજ નડિયાદ તાલુકાના હાથજ ગામની સીમ નજીક સર્જાયેલા જુદા-જુદા બે માર્ગ અકસ્માતોમાં કુલ ૬ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના ઘોઘાવાડા ગામમાં રેહતાં રમેશભાઈ પૂજાભાઈ સોઢા અને તેમની ભત્રીજી કિંજલ સીએનજી રીક્ષા નં જીજે ૦૭ વીડબલ્યુ ૪૩૪૫માં બેસી અમદાવાદ-ઈન્દોર હાઈવે પર પીઠાઈ ગામ નજીક આવેલ કઠલાલ નવોદય સ્કૂલ સામેથી જતાં હતાં. દરમિયાન સામેથી એક વાહન આવતાં રીક્ષાના ચાલકે ઓચિંતી બ્રેક મારતાં રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. 

(5:37 pm IST)