Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

બોરસદ તાલુકાના દાવોલ ગામે મહિલા સરપંચ સાથે નજીવી બાબતે ઝઘડો કરી દુષ્કર્મનો પ્રયાસ થતા અરેરાટી: ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

બોરસદ: તાલુકાના દાવોલ ગામના સરપંચની ત્રણેક દિવસ પહેલા રાત્રીના સુમારે ગામના જ શખ્સે ઝઘડો કરીને તેણીને પતિને માર મારીને તેણીની આબરૂ લેવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર છેલ્લા દોઢેક વર્ષથી દાવોલ ગામે સરપંચની ફરજ બજાવતી મહિલા ગત ૧૯મી તારીખના રોજ રાત્રીના સુમારે પતિ સાથે સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા માટે ગઈ હતી. જ્યાંથી સાડા આઠેક વાગ્યાના સુમારે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં નરેશભાઈ જશભાઈ ગોહેલ મળ્યો હતો જેણે ગમે તેવી ગાળો બોલીને નવા બનાવેલા આરસીસી રોડ ઉપર ટેન્કર મૂકીને રસ્તો કેમ બંધ કરી દીધો છે તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને ઝઘડો કર્યો હતો અને સરપંચને ગડદાપાટુનો માર મારીને કમરના ભાગે લાત મારી દેતાં તેણીનો પતિ વચ્ચે પડ્યો હતો જેથી તેને પણ બે-ચાર લાફા મારી દેતાં તે દોડીને થોડે દુર જતો રહ્યો હતો. 

(5:37 pm IST)