Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

બનાસકાઠાંના સરહદી વિસ્તારમાં દારૂ-ગાંજાનું વેચાણ યથાવત: 164 કિલો પોશડોડાનો જથ્થો ઝડપાયો: એકની ધરપકડ

બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તારમાં દારૃની હેરાફેરી સાથે સાથે ચરસ-ગાંજાનું પણ વેચાણ થઈ રહ્યું છે. થરાદ પોલીસને મળેલ બાતમી આધારે થરાદ ટાઉનના એક કોમ્પ્લેક્ષ પોશ ડોડાનો જથ્થો રાખી વેપાર કરતો હોવાની મળેલ હતી. જે આધારે રેડ કરતાં દુકાનમાંથી ૨ કીલો ૨૧૩ ગ્રામ રૃ.૨૬૨૭ તથા ઢાળીયામાંથી પ્લાસ્ટીકની ૬ થેલીમાંથી ૧૬૧ કિલો ૩૨૦ ગ્રામ પોશડોડો રૃ.૧,૯૩,૫૮૪નો ઝડપી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુળનાઓની સુચનાથી થરાદ પીઆઈ જે.બી.આચાર્યનાઓને મળેલ બાતમી આધારે થરાદ ટાઉનમાં સુવાસ કોમ્પ્લેક્ષમાં ભોંય તળીયે આવેલ રાધેશ્યામ ટ્રાવેલ્સની ઓફીસમાં અજમલ દરઘાભાઈ પટેલ રહે.લુણાલ તા.થરાદવાળો ગેરકાયદેસરનો પોશડોડાનો જથ્થો રાખી ભીખા પાંચાભાઈ પટેલ રહે.કોળાવા, તા.વાવવાળા પાસે વેચાણ કરાવે છે અને હાલમાં આ જગ્યાએ દુકાનમાં પોશ ડોડાનો ગે.કા.નો જથ્થો પડેલ છે તેવી બાતમી આધારે રેઈડ કરતાં પોશ ડોડા ૨ કિલો ૨૧૩ ગ્રામ કિ.રૃ.૨૬૨૭ સાથે ભીખાભાઈ પાંચાભાઈ પટેલ રહે.કોળાવા, તા.વાવવાળાને પકડી પાડી તેની પુછપરછ કરતા પોશ ડોડાનો જથ્થો અજમલભાઈ દરધાભાઈ પટેલ રહે. લુણાલ, તા.થરાદવાળાએ લાવેલ હોવાનું જણાવતા પોશ ડોડાનો જથ્થો અમલ દરઘાભાઈના ઘરે હોવાની શક્યતાના આધારે તેના ઢાળીયામાંથી કુલ ૬ પ્લાસ્ટીકની થેલીઓમાં ૧૬૧ કિલો ૩૨૦ ગ્રામ પોશ ડોડાનીકિ.રૃ.૧,૯૩,૫૮૪ના સાથે ભીખાભાઈ પાંચાભાઈ પટેલ રહે.કોળાવા, તા.વાવવાળા સાથે પકડાઈ જઈ તથા અજમલ દરઘાભાઈ જાતે પટેલ રહે.લુણાલ, તા.થરાદ વાળો ઘરે હાજર મળી આવેલ ના હોઈ તેઓની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:33 pm IST)