Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ગાંધીનગર જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમવા માટે જુગારીઓમાં દોડધામ:પોલીસથી બચવા માટે કારમાં જુગાર રમવાનું શરૂ

ગાંધીનગર: જિલ્લામાં શ્રાવણ મહિનો શરૂ થતાંની સાથે જ જુગારીઓ જુગાર રમવા માટે દોડધામ કરી રહયા છે. એકબાજુ પોલીસ દ્વારા જુગારીઓને પકડવામાં આવી રહયા છે ત્યારે ગમે તે ભોગે જુગાર રમવા અને પોલીસથી બચવા માટે જુગારીઓએ નવો નુસ્ખો અખત્યાર કર્યો છે. ભાડાની કારમાં જ જુગાર રમવાનું શરૂ કર્યું છે. આ કાર મુખ્ય તેમજ આંતરિક માર્ગો ઉપર ફરતી રહે અને તેની અંદર જુગારીઓ તીનપત્તી રમતાં રહે જેથી પોલીસ પણ તેમને પકડી શકે નહીં. જુગારના જ રૂપિયામાંથી કારનું ભાડુ ચુકવવામાં આવતું હોય છે. 

શ્રાવણ મહિનો આમ તો ભગવાન શિવની આરાધનાનો મહિનો છે. ત્યારે આ મહિનામાં શિવજીની ભક્તિ કરતાં શ્રધ્ધાળુઓનો કોઈ જ ટોટો નથી ત્યારે આ મહિનામાં જુગાર રમતાં જુગારીઓ પણ મોટી સંખ્યામાં ફુટી નીકળે છે. ગાંધીનગર જિલ્લામાં જુગારીઓને પકડવા માટે પોલીસ દ્વારા ખાસ એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. 

(5:28 pm IST)