Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સુરતમાં ચેઇન સ્નેચરોનો આતંક: અડાજણમાં 10 વર્ષીય બાળકીના હાથમાંથી પર્સની ઉઠાંતરી કરી રફુચક્કર

સુરત: શહેરમાં સિટીમાં બેફામ બનેલા સ્નેચરોએ અડાજણમા માતા સાથે મોપેડ પર જતી 10 વર્ષીય બાળકીના હાથમાંથી રૃા.176૦૦ની મત્તા સાથેનું પર્સ આંચકી લીધું હતું.ભાગળ મસ્કતી હોસ્પિટલની ગલીમાં ગાયત્રી કૃપા એપાર્ટમેન્ટમાં રહેતી ગૃહિણી શ્વેતા જયેશ રંગુનવાલા (ઉ.વ. 35) ગત રવિવારે પુત્રી આયેશા (ઉ.વ. 10) અને પુત્ર રેયાંસ (ઉ.વ. 5) સાથે એકટીવા મોપેડ પર અડાજણ જયોતિન્દ્રદવે ગાર્ડનમાં ગયા હતા. જયાંથી તેઓ રાત્રે દસ વાગ્યાના અરસામાં પરત ઘરે જઇ રહ્યા હતા. ત્યારે અડાજણ રોડ દીપા કોમ્પ્લેક્ષથી મક્કાઇ પુલ જવાના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા.

(5:27 pm IST)