Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સુરતમાં રોડની નબળી કામગીરીના ભેદ ખુલ્યા:શાસકોએ વિભાગની કામગીરીનો હિસાબ માંગ્યો: કોન્ટ્રાકટર સહીત સ્ટાફને નોટિસ ફટકારવામાં આવી

સુરત: શહેરમાં  મ્યુનિ.માં તુટેલા રોડની કામગીરીની માહિતી મ્યુનિ. કમિશ્નરની સુચના બાદ પણ અધુરી આવતાં કમિશ્નરે અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. મ્યુનિ. કમિશ્નરે રોડની નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર અને સ્ટાફને શો કોઝ નોટીસ આપવાની તાકીદ કરી હતી. આ ઉપરાંત કામગીરીમાં વેઠ ઉતારતા રોડ વિભાગના સ્ટાફની બદલી કરવા માટેની ચીમકી પણ ઉચ્ચારી હતી.હાલમા ચોમાસા દરમિયાન સુરત શહેરના સંખ્યાબંધ રોડ તુટી જતાં પહેલાં મ્યુનિ. કમિશ્નર ત્યાર બાદ શાસકોએ રોડ વિભાગની કામગીરીનો હિસાબ માગ્યો હતો. ડેપ્યુટી મેયરે રોડ વિજીલન્સ સેલની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવીને તેમની સામે પગલા ંભરવાની માગ કરી હતી. કમિશ્નરે પંદરેક દિવસ પહેલાં  તુટેલા રોડની કામગીરીની વિગત રજુ કરવા સૂચના આપી હતી. પણ આઠ પૈકી ત્રણ ઝોનમાંથી જ વિગતો આવી છે. અને અગાઉ આપી હતી તે જ વિગતો હોવાથી કમિશ્નરે વિજિલન્સ વિભાગ પાસે ક્રોસ ચેકિંગ કરાવ્યું હતું.

(5:19 pm IST)