Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

વડોદરામાં વરસાદ પછી પાણીના ખાબોચિયા ભરાઈ જતા રોગચાળો વકર્યો: કોર્પોરેશન દ્વારા 50 લાખની દવા ખરીદાઈ

વડોદરા: શહેરમાં 31 જુલાઇએ એક સાથે 18 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકયા બાદ પુર આવતા શહેરમાં કાદવ-કીચડ અને ગંદકીની સફાઈ પછી રોગચાળાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને પાઉડર અને દવાની વધારાની જરૂરિયાત ઊભી થતાં આશરે રૂપિયા 50 લાખની ખરીદી કરવી પડી છે આમ પણ વરસાદ અને પૂરે વડોદરા કોર્પોરેશનને વિના કારણે ખર્ચાના ખાડામાં ઉતાર્યું છે. સાફ-સફાઈ અને પાણીનો નિકાલ કરવા બે કરોડ અને રોડ પર પડેલા ગાબડા પુરવામાં 50 લાખ મળી અઢી કરોડનો ખર્ચો તો થઈ ચૂક્યો છે. સાફ-સફાઈ બાદ કિચડ વાળી જગ્યા પર જીવજંતુઓ અને માખીઓનો ઉપદ્રવ ફેલાય નહીં તે માટે અને સ્વચ્છતા જાળવવા મિલેથીયોન પાવડર છાંટવામાં આવે છે.

(5:18 pm IST)