Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુરમાં હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસ કથા પૂર્ણાહુતિ પ્રસંગે હરિભક્તોનો મહેરામણ ઉમટયો

મણિનગર : મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા વાઘજીપુરમાં શ્રી સ્વામિનારાયણ મંદિર હજારો મુમુક્ષુઓ માટે આત્યંતિક કલ્યાણનું આધ્યાત્મિક કેન્દ્ર છે. સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના આશ્રયથી અનેક મુમુક્ષુઓ અધ્યાત્મના માર્ગે રંગાયા છે. શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુરમાં પવિત્ર ચાતુર્માસ અને એમાંય વળી પાવન શ્રાવણ માસમાં હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની કથાનું પંચદિનાત્મક આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ, દાહોદ જિલ્લાના મહંત સંત શિરોમણી શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી જ્ઞાનસાગરદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ધર્મભૂષણદાસજી સ્વામી વગેરે સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં થયેલા આયોજનમાં કથાનું રસપાન સંત શિરોમણી શાસ્ત્રી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી કરાવી રહ્યા હતા.  પંચ દિનાત્મક કથા ગુરૂદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા વિરચિત સંસ્કૃત ગ્રંથ "श्री स्वामिनारायणबापा चरित्रामृत सागर" શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની  અનુજ્ઞાથી આ કથામૃતનું રસપાન કરવા અનેક ગામડાઓમાંથી હરિભક્તો અને ભાવિકોનો મહેરામણ ઉમટયો હતો. વળી આ પાવન અવસરે ગુજરાતની કલા નગરી વડોદરા શહેરમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી, શ્રી ધર્મતનયદાસજી સ્વામી, શ્રી ધર્માત્મપ્રિયદાસજી સ્વામી તથા શ્રી સનાતનસ્વરૂપદાસજી સ્વામી પધાર્યા  હતા.

(4:01 pm IST)