Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ગણેશોત્સવની તૈયારી

૧૦૦ વર્ષથી બનતા ઇકો ફેન્ડલી ગણપતિ

ત્રીજી પેઢીએ જાળવી રાખી પરંપરા

વડોદરા, તા., ૨૨: અહીના મરાઠી કુળના બ્રાહ્મણ પરીવારોમાં ૧૦ થી ૧ર   પરીવાર એવા છે કે જેના ઘરોમાં ૪૦ વર્ષોથી માટીની ગણપતિની મુર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં કડીકર પરિવાર ૧૦૦ વર્ષોથી માટીની ગણપતિની મુર્તિઓ બનાવી રહી છે.

સલાટવાડા સ્થિત મરાઠી માધ્યમની કે.એમ.સી. હાઇસ્કુલમાં ૧૯૧ર થી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. જે સ્કુલના પુર્વ વિદ્યાર્થી કારેલી બાગમાં રહેનારા ૭૭ વર્ષીય પ્રભાકર કડીકર ૬ર વર્ષથી સ્કુલમાં ગણપતિ આપે છે. પ્રભાકરભાઇના પિતા ગાયકવાડી પ્રેસમાં કામ કરે છે તેઓએ ૧૯૨૦ માં ગણપતિ પ્રતિમા બનાવવાનું શરૂ કરેલ. એ પહેલા એમના દાદા પાટણમાં પ્રતિમાઓ બજાવતા હતા. જેથી આ પરંપરાને ર૦ર૦માં ૧૦૦ વર્ષ પુરા થઇ જશે.

પ્રભાકર ભાઇના કહેવા મુજબ ૧૦ર૦માં તેમના પિતાજી ચાર ખાનામાં પ્રતિમા વેચતા હતા. ૧૯૬૦માં આ કિંમત ૩ રૂપીયા થઇ અને અત્યારે પ્રતિમા ૩૦૦ રૂપીયામાં વેચાય છે. રેલ્વેના નિવૃત અધિકારી પ્રભાકરના પિતા ભાવનગરથની ચિકણી માટીથી સાડા ત્રણ ફુટની ઇકો ફેન્ડલી ગણેશ પ્રતિમા બનાાવતા હતા જે પરંપરા આજે પણ જળવાઇ રહેલી છે.

જયારે દાડીયાબજાર વડોદરામાં ૭૦ વર્ષથી રહેતા ઉમા બેડેકર કહે છે કે આજે ભાવનગરની ચિકણી માટી તૈયાર મળે છે પણ પહેલા તેમના સાસુ  ખેતરની લાલ-કાળી માટીને ત્રણ-ચાર દિવસ પાણીમાં પલાળી લીધા બાદ પ્રતિમા તૈયાર કરતા હતા.

આ ઉપરાંત છેલ્લા ૬પ વર્ષથી ગણપતિની પ્રતિમા બનાવવાની પરંપરા જાળવી રાખનારા સંકેતભાઇનું કહેવું છે કે ગ્રંથોમાં જે પ્રકારના ગણપતિનું વર્ણન છે એ પ્રકારની પ્રતિમાઓ તેમના દાદા બનાવતા હતા. જયારે હવે લોકમાંગણીને લઇને ગણપતિની પ્રતિમાઓએ આધુનિક સ્વરૂપ ધારણ કરી લીધું છે.

(3:56 pm IST)