Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મહુધાના સાપલા ગામે પોલીસ સાદા ડ્રેસમાં જુગાર દરોડો પાડવા ગયેલી પોલીસને લોકોએ પશુચોર સમજી ધોકાવ્યા

ઓળખકાર્ડ બતાવ્યા છતાં લોકો ના માન્યા : 8 જવાનોને ભાથીજી મહારાજના મંદરિમાં ગોંધી રખાયા

મહુધા પંથકમાં જુગાર રમતાં લોકો પર સાદા ડ્રેસમાં દરોડો પાડવા પોલીસને પશુચોર સમજી લોકોએ ધોકાવી નાખી હતી. પોલીસની સરકારી જીપના બદલે પિકઅપ વાન લઈને રેડ કરવા ગયેલી નડિયાદ પોલીસને લોકોએ પકડી અને ભાથીજી મહારાજના મંદિરમાં પૂરી દીધી હતી. જોકે, 3 કલાક સુધી ચાલેલા ડ્રામાના અંતે ઉચ્ચ પોલીસ અધિકારી અને ધારાસભ્યએ મામલો થાળે પાડ્યો હતો
   મહુધા પોલીસ  પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સાપલા ગામે જુગારનો દરોડો પાડવા પહોંચી હતી. સરકારી કે ખાનગી વાહનમાં દરોડો પાડવા જવાને બદલે મહુધા પોલીસના 8 જેટલા જવાન પિકઅપ વાન લઈ સ્થળ ઉપર પહોંચ્યાં અને ત્યાં જુગાર રમી રહેલા શકુનીઓને ઝડપી પાડ્યા હતા. આ સમયે હલ્લો થતાં ગ્રામજનો દોડી આવ્યા અને પોલીસ જવાનોને પશુચોર સમજીને ઢોર માર માર્યો. ગ્રામજનોએ પોલીસકર્મી શબ્બીરખાન અલેફખાન તથા ભૂપેન્દ્રસિંહને પકડીને ભાથીજી મંદિરમાં બંધક બનાવીને ગોંધી રાખ્યા હતા.

આ પણ પોલીસે તેમનું ઓળખપત્ર બતાવવા છતાં ગ્રામજનો ન માનતાં તુરંત જ મહુધા પોલીસ મથકના અધિકારીને જાણ કરાઈ હતી. આથી તેઓએ ગ્રામજનોને સમજાવીને બંને પોલીસ કર્મચારીને છોડાવ્યા હતા. આ હાઈ વૉલ્ટેજ ડ્રામાને લઈને મહુધા ધારાસભ્ય પણ સાપલા પહોંચ્યા હતા. આ અંગે મહુધા પોલીસે ભીખાભાઈ રામાભાઈ, રામાભાઈ શકરાભાઈ, ચીમનભાઈ અમરાભાઈ, જેણાભાઈ રામાભાઈનો દીકરો ભજિયાવાળો, અરવિંદભાઈ, ભૂરિયો પટેલ, ગોરધનભાઈ તથા બીજા પંદરેક માણસો જુગાર રમતા પકડાયા હતા

પોલીસે તેમનું ઓળખપત્ર બતાવવા છતાં ગ્રામજનો ન માનતાં તુરંત જ મહુધા પોલીસ મથકના અધિકારીને જાણ કરાઈ હતી. આથી તેઓએ ગ્રામજનોને સમજાવીને બંને પોલીસ કર્મચારીને છોડાવ્યા હતા. આ હાઈ વૉલ્ટેજ ડ્રામાને લઈને મહુધા ધારાસભ્ય પણ સાપલા પહોંચ્યા હતા. આ અંગે મહુધા પોલીસે ભીખાભાઈ રામાભાઈ, રામાભાઈ શકરાભાઈ, ચીમનભાઈ અમરાભાઈ, જેણાભાઈ રામાભાઈનો દીકરો ભજિયાવાળો, અરવિંદભાઈ, ભૂરિયો પટેલ, ગોરધનભાઈ તથા બીજા પંદરેક માણસો જુગાર રમતા પકડાયા હતા.

(2:01 pm IST)