Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

અમદાવાદના જજીસ બંગલા પોલીસ ચોકીમાંથી આરોપી ફરાર ગણતરીની મિનિટોમાં ઝડપી લેવાયો

ડેન્ગ્યુગ્રસ્ત PSI વલાણીને ચક્કર આવતા આરોપી સુરજ પાંડે ભાગી ગયો હતો ;પીએસઆઇ ભાટિયાએ ઝડપી લીધો

 અમદાવાદનાં જજીસ બંગલા પોલીસ  ચોકીથી એક આરોપી ભાગી જતા ચકચાર મચી જવા પામી હતી જોકે આરોપીને ગણતરીની મિનિટોમાં ઝડપી લેવાયો હતો

   આ અંગે મળતી વિગત મુજબ પીએસઆઈ ડી.વી. વાલાણીને ડેન્ગ્યુની અસર થઇ હોવાને કારણે તે બુધવારે ચક્કર આવ્યાં હતાં. અચાનક આવું બનતા અન્ય પીએસઆઈ એસ.જી. ભાટિયા તથા અન્ય પોલીસ કર્મીઓ તેમને શું થયું અને તાત્કાલિક સારવાર આપી રહ્યાં હતાં. આ દરમિયાન ત્યાં બેઠેલો આરોપી સુરજ પાંડે પોલીસ ચોકીથી ભાગી જવામાં સફળ થયો હતો. પરંતુ પીએસઆઈ ભાટિયા તેને જોઇને તેની પાછળ ગયા હતાં અને તેને ઝડપી પાડ્યો હતો.

 

(1:54 pm IST)