Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ધાનેરાના તસ્કરો બેફામ ;વધુ એક મકાનમાં ત્રાટક્યા :20 હજાર રોકડા અને દાગીનાની ચોરી

મલ્હાર સોસાયટીમાં બંધ મકાનમાં પણ ચોરો હાથફેરો કરી ગયા

 

ધાનેરા : ધાનેરામાં અનેકવાર થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ  સફળ થાય એ પહેલાં જ નવી ચોરી થઈ રહી છે અનેક ચોરી કરતા ચોરોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છતાં પણ ધાનેરા પોલીસ ચોરો સુધી પહોંચવામાં સફળતા મળી નથી.

   ત્યારે વધુ એક મકાનમાં ચોરીનો બનાવ બન્યો છે ગઈ કાલે ધાનેરામાં આવેલી મલ્હાર સોસાયટીમાં શૈલેશભાઈના બંધ મકાનમાં પણ ચોરો હાથફેરો કરી ગયા છે. વીસ હાજર કેસ અને દાગીના સાથે અંદાજે ૭૦, ૦૦૦ કરતા વધુ મુદામાલની ચોરી થઈ છે જે બાબતે ધાનેરા પોલીસને જાણ કરવામાં આવી છે

(10:50 pm IST)