Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

અમદાવાદની એસ.વી આર્ટ્સ કોલેજમાં ક્લાર્કની ભરતીમાંકૌભાંડ થયાનો આક્ષેપ : રાજ્યપાલને પણ કરશે રજૂઆત

સિલેબસ જાહેર કર્યા વિના સીધી પરીક્ષા અને ઓએમઆર ઝેરોક્ષ કાઢીને પરિક્ષાર્થીઓને અપાયા હોવાનો આક્ષેપ

અમદાવાદની એસ.વી આર્ટ્સ કોલેજમાં જુનિયર ક્લાર્કની ભરતીમાં કૌભાંડ થયુ હોવાનો આક્ષેપ એનએસયુઆઇએ કર્યો છે..

  એન.એસ.યુ.આઇ.એ જણાવ્યુ કે એસ વી આર્ટ્સ કોલેજમાં જુનીયર ક્લાર્કની ભરતીમાં રૂપિયા લઇને ભરતી કરવામાં આવી છે..પરિક્ષાની જાહેરાત આપ્યાના એક વર્ષ બાદ કોઇપણ પ્રકારનો સિલેબસ જાહેર કર્યા વગર સીધી જ પરિક્ષા કોલેજ દ્વારા ગોઠવી દેવામા આવી હતી.

   ઓએમઆર ઓરીજીનલ નહી પરંતુ ઝેરોક્ષ કાઢીને પરિક્ષાર્થીઓને અપાયા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે..

  બીજીતરફ ભરતી રાજ્ય સરકારના નિયમોને આઘીન કરવામા આવી હોવાનુ પ્રિન્સીપાલે જણાવ્યુ હતુ.. આ સમગ્ર મામલે એનએસયુઆઇ રાજ્યપાલને પણ રજુઆત કરશે.

(11:29 pm IST)