Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સુરતના લીંબાયતમાં વેપારીના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરી બે બાઈક સવાર ફરાર

ઘટના સીસીટીવીમાં કેદ ;લીબાયત પોલીસ દ્વારા ગઠીયાઓની શોધખોળ

સુરતના લીંબાયતમાં વેપારીના ગળામાંથી ૫૪ હજારની કિંમતની સોનાની ચેઈનની ચીલઝડપ કરી બે બાઈક સવાર ફરાર થયા છે આ ગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે લીંબાયત પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 આ અંગેની વિગત મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ લીંબાયત સ્થિત મિડાસ સ્કેવર પાસે રહેતા આલોક ભટર તેમના બાળક સાથે મિડાસ સ્ક્વેર પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે વેળાએ બાઈક પર આવેલા બે ઈસમોએ તેઓના ગળામાંથી ૫૪ હજારની ચેઈનની ચીલઝડપ કરી લીધી હતી

   . આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ જવા પામી હતી. જેમાં સ્પષ્ટ દેખાઈ છે કે બાઈક પર આવેલા બે ઈસમો તેઓના ગળામાંથી ચેઈનની ચીલઝડપ કરે છે અને વેપારી તેઓને પકડવાની કોશિશ પણ કરે છે. પરંતુ બંને બાઈક સવાર ઈસમો ભાગવામાં સફળ થઇ જાય છે. આ ઘટના બાદ તેઓએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:09 pm IST)