Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

વડોદરાના વાઘોડિયામાં બનશે દેશની પહેલી રેલ યુનિવર્સીટી : સરકાર 31 હેકટર જમીન અડધા ભાવે આપશે :નીતિન ભાઈ પટેલ

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણંય : વિવિધ અભ્યાસક્રમો માટે વિવિધ ભવનો-કોલેજોનું નિર્માણ થશે ;હોસ્ટેલની પણ હશે સુવિધા

અમદાવાદ :  વડાપ્રધાન  મોદીએ ગુજરાતમાં દેશની પ્રથમ રેલ યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કર્યો હતો.ત્યારે રાજ્ય સરકારે વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે.


  ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલા રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ મહત્વના નિર્ણયની વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી પટેલ ઉમેર્યું કે, રાજ્યમાં નિર્માણ થનાર આ પ્રથમ રેલ યુનિવર્સિટી માટે જે 31 હેક્ટર જમીન ફાળવાઇ છે તે બજાર કિંમતના 50 ટકા ભાવે ફાળવાશે.

   આ યુનિવર્સિટી આવનાર સમયમાં રેલ નેટવર્ક સહિત રેલ તથા ટ્રાન્સપોર્ટેશન સેક્ટના અભ્યાસક્રમો અને તાલીમ માટે મહત્વની બની રહેશે, જેનો સ્થાનિક કક્ષાએ લોકોને વધુ લાભ મળશે

નીતિન પટેલે જણાવ્યું હતું કે, વાઘોડિયા ખાતે નિર્માણ થનારી આ રેલ યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમો માટે વિવિધ ભવનો-કોલેજોનું નિર્માણ કરાશે. રેલ કર્મીઓને આધુનિક તાલીમ મળે તે માટે તાલીમ સેન્ટરનું પણ નિર્માણ કરાશે. ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધા સહિત આનુષાંગિક વ્યવસ્થાઓનું નિર્માણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

(9:06 pm IST)