Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

આમોદ-ભરૂચ હાઇવે ધોવાયો :રોડમાં મસમોટા ગાબડાં :વાહન ચાલકો ત્રાહિમામ

મલ્લા તળાવથી લઈને ઢાઢર નદી સુધી દાંડી હેરીટેઝ માર્ગ બિસમાર હાલાતમાં

 

આમોદ-ભરૂચ હાઇવે જે દાંડી હેરીટેજ માર્ગ તરીકે ઓળખાય છે. ભારે વરસાદને લીધે માર્ગ ધોવાઈ જતાં મસમોટા ખાડાઓ પડતા બિસ્માર બની ગયો છે. દાંડી હેરીટેઝ માર્ગ ઉપર એકથી દોઢ ફૂટ ઊંડા ખાડાઓ પડી જતાં વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. હાઇવે ઉપર પડેલા ખાડાઓને કારણે કેટલાય બાઈક ચાલકો નીચે પટકાયા હોવાના બનાવો પણ સામે આવ્યા છે. મસમોટા ખાડાઓ તંત્ર દ્વારા સત્વરે પુરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

આમોદમાં ભારે વરસાદને કારણે આમોદ-ભરૂચ હાઇવે ઉપર આવેલા મલ્લા તળાવથી લઈને ઢાઢર નદી સુધી દાંડી હેરીટેઝ માર્ગ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા હતા. જેથી ખાડાઓને કારણે વારંવાર ટ્રાફીક જામ થતા ઇમરજન્સી સેવાઓ ઉપર પણ તેની અસર જોવા મળી હતી અને દર્દીઓ પણ હેરાન પરેશાન બની ગયા હતા

(11:48 pm IST)