Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

સુરત સિવિલ હોસ્પિટલમાં બે મહિલાએ જાહેરમાં બાખડી : પતિના પ્રેમ પ્રકરણમાં પત્નીએ પ્રેમિકાને જાહેરમાં ફટકારી

 

સુરત સિવિલ હોસ્પિટલમાં બે મહિલા જાહેરમાં બાખડી હતી. એકબીજાના વાળ પકડી બંને મહિલાઓએ તમાશો કર્યો હતો. પતિના પ્રેમ પ્રકરણમાં પત્નીએ પ્રેમિકાને જાહેરમાં ફટકારી હતી. બંને મહિલાઓ 2-2 બાળકોની માતા છે. પત્ની અને બાળકોને છોડી, પતિ પ્રેમિકા અને તેની માતાની સારવાર કરાવવા સિવિલ આવ્યો અને રંગેહથે ઝડપાયો હતો.

 ઘટના સ્થળે સિવિલનો પોલીસ સ્ટાફ અને લોકો ભેગા થઈ ગયા હતા. આખરે પોલીસે બંને મહિલાઓને છોડાવતા મામલો થાળે પડ્યો હતો.

(11:47 pm IST)