Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

સુરત ભાજપના મહિલા કોર્પોરેટરના પિતા અને ભાઇ પપ હજારની લાંચના છટકામાં ઝડપાયાઃ ર૦ હજાર અગાઉ જ લઇ લીધેલા : મહિલા કોપારેટરના પિતા લાંચના છટકા બાદ નાસી છૂટયાઃ મહિલા કોર્પોરેટરની આ મામલે સંડોવણી છે કે કેમ ? એ.સી.બી.તપાસનો ભારે ધમધમાટ

રાજકોટ : સુરતના એક જાગૃત નાગરિકે કે જેમના મિત્ર બાંધકામના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે તેઓની બાંધકામ સાઇટ પર ખોટી રીતે હેરાનગતિ ન કરવા  માટે સુરતના વોર્ડ નં.૧૧ ના મહિલા કોર્પોરેટર વતી ફરિયાદી પાસેથી  રૂા. પપ હજારની લાંચ સ્‍વિકારતા   મહિલા કોર્પોરેટરના પિતા અને ભાઇ લાંચના છટકામાં સૈયદરપુરા વાવ શેરી જેવા જાહેર રોડ પરથી એ.સી.બી. ટીમે ઝડપી લીધા છે.

એ.સી.બી.સૂત્રોના કથન મુજબ બાંધકામની સાઇટ પર હેરાનગતિ ન કરવા બદલ ફરિયાદી પાસે જે ૭પ હજારની લાંચ નકકી કરવામાં આવેલ તે પૈકી ર૦ હજાર તો આ અગાઉ રોકડા કટકટાવી લીધા હતા. બાકીના રૂા. પપ  હજાર  પાછળથી આપવાનું નકકી થયેલ.

ઉકત બાબતે ફરિયાદીની ઉપરોકત મતલબની ફરિયાદ આધારિત સુરત એસીબી એકમના મદદનીશ નિયામક એન.પી. ગોહેલના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્‍ય પોલીસ મથકના એસીબી પો.ઇન્‍સપેકટર બી.કે. વનાર  તથા ટીમે   મહિલા કોર્પોરેટરના પિતા અને ભાઇને પપ હજાર રૂપિયાની કહેવાતી લાંચ સ્‍વિકારતા ઝડપી લીધા હતા.

 એ.સી.બી. સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ લાંચના છટકા બાદ વોર્ડનં.૧૧ ના   મહિલા કોર્પોરેટરના પિતા નાસી છુટતા તેમની સામે વધુ એક ગુનો એસીબી એ દાખલ કર્યો છે. આ મામલામાં   મહિલા કોર્પોરેટરની સંડોવણી છે કે કેમ ? તે બાબતે  એ.સી.બી. ટીમ દ્વારા પુરાવાઓ એકત્ર કરવા ભારે દોડધામ મચી છે.

 એ.સી.બી. ની જાળમાં માત્ર નાના માછલાઓ જ નહી પણ મોટા મગરમચ્‍છો પણ ઝડપાવા જોઇએ તેવા સી.બી.આઇ. નો બહોળો અનુભવ ધરાવતા એ.સી.બી. વડા કેશવકુમારના આદેશનું રાજયભરના એ.સી.બી. એકમો ચુસ્‍તપણે પાલન કરવા લાગ્‍યા છે જે પૈકીનું આ એક દષ્‍ટાંત છે.

(8:58 pm IST)