Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કેરળના પુરમાં ફસાયેલો સુરતના અડાજણનો યશ પટેલ હેમખેમ ઘેર પરત કર્યો

હોટલ મેનેજમેન્ટનો કોર્ષ હજુ દોઢ વર્ષ બાકી છે પણ પૂરની સ્થિતિને કારણે પાછો આવ્યો

સુરત :કેરળમાં ભારે પૂરના કારણે તારાજી સર્જાઈ છે. નોર્થ કેરળમાં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહેલા સુરતનો યુવાન  હેમખેમ પરત ઘરે ફર્યો છે. સુરતના અડાજણમાં આવેલી ગ્રીન સિટી હાઇટ્સમાં રહેતો યશ પટેલ છેલ્લા એક વર્ષથી કેરલા ખાતે હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો છે હજી આ કોર્ષને પૂર્ણ થવાને દોઢ વર્ષ જેટલો સમય બાકી છે.   

કેરળમાં આવેલા ભારે પૂરના કારણે યશ પટેલ પણ ત્યાં ફસાયો હતો. યશ પટેલે જણાવ્યું કે, રેલવે સ્ટેશન પર મોટી માત્રામાં લોકો ધક્કામુક્કી કરવી પડી હતી. જેને લઈ પોલીસે પણ હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો.

(8:14 pm IST)