Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ગાંધીનગરના દહેગામમાં છેલ્લા બે મહિનામાં વિજિલન્સની ટીમે 95 વીજ ચોરીને કેસ પકડ્યા

ગાંધીનગર: જિલ્લાના દહેગામ તાલુકામાં બે મહિના અગાઉ ત્રાટકેલી આ ટીમોએ ૧૭ લાખની વીજ ચોરી પકડી હતી ત્યારે આજે વહેલી સવારથી ફરી દહેગામ અને રખિયાલ પંથકના ગામડાઓને વીજીલન્સની ટીમોએ ખુંદી કાઢયા હતા. એક પછી એક ગામોમાંથી એમ કુલ ૯પ જેટલા વીજ ચોરીના કેસ પકડાયા હતા. આ સમગ્ર સર્ચ ઓપરેશન દરમ્યાન વીજીલન્સની ચાલીસ ટીમોમાં ર૦૦થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. જેના પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. વહેલી સવારથી શરૃ થયેલા આ સર્ચ ઓપરેશનમાં વીજ ચોરી કરતાં ઈસમો ઉંઘતા જ ઝડપાયા હતા.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આજ વહેલી સવારે પ.૩૦ના સુમારે ગુજરાત ઉર્જા વિકાસ વિકાસ નિગમ લીમીટેડ વડોદરાની સૂચનાથી વિઝિલન્સ વિભાગની ૪૦ ટીમો દ્વારા દહેગામ અને રખિયાલ ડીવીઝનમાં આવતાં ગામોમાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. વીજ ચોરી કરનારને ઉંઘતા ઝડપી પાડતા નાસભાગ મચી ગઈ હતી. 

(5:06 pm IST)