Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

વાપીમાં દમણથી આવતા ચાર શખ્સોએ નિયમનો ભંગ કરતા ટીઆરબીના જવાનોએ સુરતીને માર માર્યો

વાપી:ના સરકીટ હાઉસ ચાર રસ્તા પર દમણથી આવી રહેલી કારને ટ્રાફિકના જવાનોએ અટકાવવ પ્રયાસ કરતા ચાલક પુરઝડપે કાર હંકારી ગયા બાદ વૈશાલી ચાર રસ્તા પર જવાનોએ પીછો કરી કાર પકડી હતી. કારમાં સવાર સુરતના ચાર શખ્સોએ  બે ટીઆરબીના જવાનો સાથે ગાળાગાળી કરી માર માર્યો હતો. પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી હતી. 

વાપી સરકીટ હાઉસ ચાર રસ્તા પર ગઈકાલે મોડી સાંજે દમણથી આવી રહેલી કાર (નં.ડીએન-૦૯-ઈ-૧૫૧૩)ને થોભાવવા માટે ટીઆરબીના જવાને ઈશારો કર્યો હતો. જો કે કાર ચાલક પુરઝડપે કાર હંકારી જતાં ટીઆરબીના બે જવાનોએ કારનો ફિલ્મી ઢબે પીછો કરી વૈશાલી ચા રરસ્તા પર કારને પકડી પાડી હતી. બાદમાં કાર ચાલક પાસેથી દસ્તાવેજોની માંગણી કરી કારમાં તપાસ કરતા ચાલક સહિત ચાર શખ્સોએ ગાળાગાળી શરૂ કરી હતી. 

દરમિયાના ઉશ્કેરાયેલા કારમાં સવાર ચારેય શખ્સોએ બંને જવાનો સાથે ભારે રકઝક કરતા ઝપાઝપી થઈ ગઈ હતી. જેમાં બંને જવાનોને માર-મારાતા લોકો એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ચારેય શખ્સો પીરઝાન માલગમ વરીયાવા, ફરોજ માલગમ વરીયાવા, આરીસ વિરાપ વરછાવાલા અને સુજન નેવીલ ચોથીયા (તમામ રહે. સૈયદપુરા, સુરત)ની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો.

(5:06 pm IST)