Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

આણંદ એલસીબીએ માહિતીના આધારે પીપળાવમાં જુગાર રમતા 6 શખ્સોને 1.18 લાખની રોકડ સાથે ઝડપ્યા

આણંદ: એલસીબીની ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે, સોજીત્રા તાલુકાના પીપળાવ ગામની સીમમાં આવેલા સરકારી ટ્યુબવેલની ઓરડીની બાજુમાં આવેલા ખેતરમાં ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે જેના આધારે પોલીસે છાપો મારતાં છ ઇસમો ઝડપાઈ જવા પામ્યા હતા. 

 


પોલીસને દાવ પરથી ૧૬૭૦૦, અંગજડતીમાંથી ૧,૦૧,૯૦૦ તથા ૮ મોબાઈલ સાથે કુલ ૨,૦૪,૬૦૦નો મુદ્દામાલ મળી આવતા પોલીસે જપ્ત કરીને સોજીત્રા પોલીસ મથકે જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરાવીને કાર્યવાહી હાથ ઘરી છે. 

(5:05 pm IST)