Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

પેટલાદમાં સરકારી શાળાએ મુકવા ગયેલ પિતાએ નશાની હાલતમાં તોડફોડ કરત અફડાતફડી

સ્થિત સંતરામપુરા વિસ્તારમાં આવેલ સરકારી શાળા બ્રાન્ચ નં.૮માં આજે સવારે સવા દસ વાગ્યે બાળકોને સ્કૂલમાં મૂકવા આવેલ પિતા દારૂ પીને આવ્યા હતા. જેઓએ આચાર્યની ઓફિસમાં ઘૂસી જઇને કાચ, ખુરશીઓ સહિતની તોડફોડ સાથે ધમાલ મચાવી હતી. એકાએક થયેલ હંગામાના કારણે બાળકો સહિત શિિક્ષકાઓ ગભરાઇ જતા એક વર્ગખંડમાં તમામ ભરાઇ ગયા હતા. દરમ્યાન પોલીસને જાણ કરાતા તાબડતોબ શાળાએ પહોંચીને પોલીસે દારુડિયાને ઝડપી પાડતા શાળા સંકુલમાં હાશકારો વ્યાપ્યો હતો. 

મળતી વિગતોમાં ધો.૧થી ૮ની સંતરામપુરા શાળા બ્રાન્ચ નં.૮માં ર૯૯ બાળકો અભ્યાસ કરે છે. આજે સવારે પ્રાર્થના સમયે એક વાલી જીતેનભાઇ મારવાડી તેમના બાળકોને શાળાએ મૂકવા આવ્યા હતા. બાદમાં તેઓએ બૂમાબૂમ શરૂ કરીને વર્ગખંડમાં ઘૂસી ગયો હતો. જયાંથી ડસ્ટબીન, ખુરશીઓ બહાર ફેંકી દીધી હતી. એકાએક બૂમબરાડા અને તોડફોડના કારણે બાજુના વર્ગખંડના બાળકો સહિત શિિક્ષકાઓમાં ગભરાટ વ્યાપ્યો હતો. 

દરમ્યાન દારૂડિયાએ આચાર્યની ઓફિસમાં ઘૂસી જઇને ખુરશીઓ, ફોટોફ્રેમ, કાચની તોડફોડ સાથે ગાળાગાળી શરુ કરી હતી. તે સમયે શિક્ષક અને મધ્યાહન ભોજનના વ્યવસ્થાપકે આચાર્યની ઓફિસમાંથી જરૂરી કાગળો લઇને ઓફિસનો દરવાજો બંધ કરી દીધો હતો. આથી અંદર પૂરાયેલ દારુડિયાએ વધુ જોરશોરથી બૂમાબૂમ કરી હતી. બનાવ અંગે જાણ થતાં પોલીસે શાળાએ પહોંચીને દારૂડિયાને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. બનાવ અંગે આચાર્યએ તા.પ્રા.શિ.ને લેખિત જાણ કરી હતી. પોલીસે ગૂનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:05 pm IST)