Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

મહેમદાવાદની ગઢવી સોસાયટીમાં બાઈક ચોરાતાં પોલીસ ફરિયાદ

મહેમદાવાદ:ની ગઢવી સોસાયટીમાં રહેતા કુલદીપભાઈ ગીરીશભાઈ ગઢવી ગત તા.૧૬-૮-૧૮ના રોજ મોટર સાયકલ નં. જીજે-૦૭ ડીએલ- ૧૧૬૨નું લઈ ફાંટા તળાવ બગીચામાં ગયા હતા. આ દરમિયાન બગીચાના મુખ્ય દરવાજા પાસે પાર્ક કરેલ કાળા કલરનું મોટર સાયકલ રૂપિયા ૪૦,૦૦૦નું કોઈ ચોરી ગયું હતું. આ બનાવ અંગે કુલદીપભાઈ ગીરીશભાઈ ગઢવીની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયેદસર કાર્યવાહી હાથ ધરી હતી. 

 


જ્યારે બીજા બનાવમાં કઠલાલ માર્કેટ યાર્ડ સોમનાથ સોસાયટીમાં રહેતા અરજનભાઈ નગાભાઈ આંબલીયાએ પોતાનું મોટર સાયકલ નં.જીજે-૦૭ સીએન-૬૦૧૭ મકાન આગળ પાર્ક કર્યું હતું. આ ઉપરાંત ચંપકસિંહ ઝાલાએ પાર્ક કરેલ મોટર સાયકલ નં. જીજે-૦૧એસવાય-૧૬૮૪ ઘર પાસે ખુલ્લા વાડામાં પાર્ક કરેલ આ બંને મોટર સાયકલ કોઈ વાહનચોર ચોરી ગયા હતા. આ બનાવ અંગે અરજણભાઈ જગાભાઈ આંબલીયાની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:04 pm IST)