Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

સ્કૂલ્સમાં પંજાબી ડ્રેસને લેખીત છૂટ પણ પહેરવાની તો સાડી જ!

સરકારે તો સાડી પહેરવાની છૂટ આપી પણ સ્કૂલ્સ... ફરજીયાત સાડી પહેરવા પર મુકાય છે ભારઃ સરકારના સકર્યુલરને બે મહિના થયા પણ...

અમદાવાદ, તા.૨૨: રાજયમાં સરકારી, ગ્રાન્ટેડ અને પ્રાઇવેટ સ્કુલ્સમાં મહિલા ટીચર્સને ફરીજીયાત સાડી પહેરવા અંગે જૂન મહિનામાં વિવાદ વકરતા સરકારે ૨૨ જૂન ૨૦૧૮ના રોજ સકર્યુલર જાહેર કરીને જણાવ્યું હતું કે સ્કૂલમાં સાડીની જગ્યાએ પંજાબી ડ્રેસ પહેરીને આવતા મહિલા ટીચર્સને સાડી પહેરવા માટે ફરજ પાડી શકાય નહીં. જેનું તમામ મહિલા ટીચર્સ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કેમ કે વર્ષોથી એક વણલખ્યા નિયમની જેમ સાડીને ડ્રેસ કોડ માની લેવામાં આવ્યો હતો. ગુજરાતમાં મોટાભાગના સલવાર કમીઝને પંજાબી ડ્રેસ કહેવામાં આવે છે.

આ વર્ષની શરૂઆતથી જ આ સાડી અને પંજાબી ડ્રેસની ચર્ચાએ જોર પકડયું હતું. તેમાં પણ રાજયના મહિલા ટીચર્સ એસોસિએશને પણ સાડીની જગ્યાએ ડ્રેસ પહેરવાની માગણી સાથે સરકર સામે પ્રદર્શન કર્યુ ત્યારે આ મુદાએ જોર પકડયું હતું. રાજયની તમામ ૩૪૦૦૦ સરકારી સ્કૂલોમાં ૬૨% સ્ટાફ મહિલા ટીચર્સનો છે. ત્યારે તેમણી માગણીની ઘારી અસર પડી હતી અને સરકારે સકર્યુલર દ્વારા સાડીના વણલખ્યા નિયમને રદ કર્યો હતો. જો કે આ સકર્યુલરને આવ્યાને બે મહિના થઇ ગયા છતા અનેક સ્કૂલ્સમાં સરકારના આદેશની ઐસિતૈસી કરી નાખીને સાડી જ ફોર્મલ વેર બની છે. આ અંગે હાયર સેકેન્ડરી ટીચર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ પંકજ પટેલ કહે છે કે 'ગુજરાત સરકારના સકર્યુલર છતા અનેક સ્કૂલ્સમાં ટ્રસ્ટીઓ મહિલા ટીચર્સને સાડી જ પહેરવાનો આગ્ર કરે છે. કેટલીક સ્કૂલો તો એવી પણ દલીલ કરે છે કે અમને સકર્યુલર નથી મળ્યો તેથી આ નવો નિયમ અમને લાગુ નથી પડતો.' જયારે આ અંગે મહિલા ટીચર્સની દલીલ છે કે મોટાભાગની મહિલાઓ ટીચર્સ દૂર સુધી ટ્રાવેલિંગ કરીને સ્કૂલમાં નોકરી કરવા જાય છે. ત્યારે ટ્રાવેલિંગમાં સાડી પહેરવી તેમના માટે કમ્ફર્ટેબલ નથી રહેતું. જયારે ડ્રેસમાં સમગ્ર શરીર ઢંકાઇ જતું હોવાથી  પ્રવાસમાં અને ભણાવવામાં પણ સરળતા રહે છે. આ સકર્યુલર મુજબ સલવાર કમીઝ પહેરવાની છુટ છે પણ પ્લાઝો, લેગિંગ્સ, કુર્તિ, પેન્ટસ, ચુડીદાર, અનારકલી ફૂલ ગાઉન અને જીન્સ પહેરવાની છૂટ આપવામાં આવી નથી.(૨૩.૬)

(3:43 pm IST)