Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

23મીએ વડાપ્રધાન મોદી વલસાડના જૂજવામાં 600 કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત -પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરશે લોકાર્પણ

વરસાદી માહોલ વચ્ચે તમામ તૈયારીઓને આખરી ઓપ :40 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા: તમામ કર્મચારીઓની રજા રદ:ધરમપુર રોડ પર હોર્ડિંગ્સ લગાવાયા

 

વલસાડ :આગામી 23મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી વલસાડના જૂજવા ગામે 600 કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરશે

  વલસાડમાં પીએમ મોદીના આગમનને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.

  ધરમપુર રોડ પર વિવિધ સ્થળોએ પીએમના આગમનને લઇને હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ સતત પડી રહેલા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સાથે 40 હજાર લોકો બેસી શકે અને જરૂર પડે બીજી બેઠક વ્યવસ્થા ઉભી થઇ શકે વ્યવસ્થા પણ કરવામાં આવી છે હેલિપેડ પાસેના 50 જેટલા વૃક્ષોનું છેદન કરવામાં આવતા લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

(9:58 pm IST)