Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

વડોદરામાં રાત્રી કર્ફ્યુ હોવા છતાં ચોરીની ઘટનામાં વધારો: ઉજ્જૈન ફરવા ગયેલ મકરપુરાના પરિવારના મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.77 લાખની તસ્કરી કરી

વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા ફેક્ટરીના માલિક પરિવારના સભ્યો સાથે ઉજ્જૈન દર્શન કરવા ગયા ત્યારે તેમના ઘરને નિશાન બનાવીને ચોરો રૃા..૭૭ લાખની મત્તાના સોના-ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતાં

અંગેની વિગત એવી છે કે મકરપુરા વિસ્તારમાં આવેલી શિવમપાર્ક સોસાયટીમાં રહેતા અરવિંદ મણીલાલ પંચાલ મકરપુરા જીઆઇડીસીમાં શ્રી મોરાર ઇન્ડસ્ટ્રિઝ નામની કંપની ધરાવે છે. તા.૧૪ની રાત્રે તેઓ પરિવારના સભ્યો સાથે ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા માટે બે ફોર વ્હીલ ગાડીમાં નીકળ્યા  હતાં. સવારે ૧૦ વાગે ઉજ્જૈન પહોંચ્યા અને અડધો કલાકમાં અરવિંદભાઇના ભાભીનો ફોન આવ્યો હતો કે તમારા ઘરના બંને દરવાજા ખૂલ્લા છે અને તાળું તૂટેલું જણાય છે તેમજ ચોરી થઇ હોવાનું લાગે છે.

ઘરમાં ચોરીની જાણ થતાં અરવિંદભાઇ મહાકાલના દર્શન કર્યા વગર ઉજ્જૈનથી પરત ફર્યા હતાં. અંગે તેમણે ઘરના સભ્યો સાથે ઘરમાં તપાસ કરતા મંદિર રૃમમાં મૂકેલી બે તિજોરીમાંથી ૧૧ તોલા સોનાના દાગીના, અને ચાંદીના દાગીના મળી કુલ રૃા..૭૭ લાખની મત્તાની ચોરી થઇ હોવાનું જણાયું હતું. બનાવ અંગે તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

(7:22 pm IST)