Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ગાંધીનગર જિલ્લામાં વાહન ચેકીંગ દરમ્યાન પોલીસે ચંદ્રાલા નજીકથી એસટીબસમાં મુસાફરના સ્વાંગમાં દારૂની હેરાફેરી કરનાર એક શખ્સને ઝડપી પાડયો

ગાંધીનગર:જિલ્લામાં પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત દારૃની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ચિલોડા પોલીસે વાહનચેકીંગ દરમ્યાન ચંદ્રાલા પાસે ઉદેપુર તરફથી આવતી એસટીબસમાં તપાસ કરતાં મુસાફરને વિદેશી દારૃના ટેટ્રા પેક સાથે ઝડપી પાડી દારૃ કયાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે.   

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ દ્વારા દારૃની હેરાફેરી કરતાં આવા વાહનોને પકડી પાડવામાં આવે છે ત્યારે હવે બુટલેગરો ખાનગી લકઝરી બસોમાં મુસાફરના સ્વાંગમાં ખેપિયાઓને મોકલીને દારૃની હેરાફેરી કરાવવામાં આવે છે ત્યારે પોલીસે ખાનગી લકઝરી બસોમાં પણ તપાસ કરીને ખેપિયાઓને પકડવાનું શરૃ કરી દેતાં હવે સરકારી એસટી બસમાં પણ મુસાફરના સ્વાંગના દારૃની હેરાફેરી શરૃ થઈ છે. ગઈકાલે ચિલોડા પોલીસની ટીમ હિંમતનગર હાઈવે ઉપર ચંદ્રાલા પાસે વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન ઉદેપુર અમદાવાદ રૃટની બસ નં.જીજે-૧૮-ઝેડ-૬૭૪૮ આવતાં તેને ઉભી રાખી હતી. તપાસ કરતાં એક મુસાફર પાસે રહેલા થેલામાંથી વિદેશી દારૃના ૪૦ ટેટ્રા પેક મળી આવ્યા હતા. મુસાફરનું નામ પુછતાં તે અજમેરના રાજપુરાનો પ્રકાશ નેનુસિંહ દેલાત હોવાનું બહાર આવ્યું હતું તે દારૃનો જથ્થો કયાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૃ કરી છે. 

(7:16 pm IST)